દેશના તમામ રાજ્યોમાં કોરોનાના મામલા ફરી ઝડપથી વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં તો એક દિવસમાં 10 હજારથી વધુ મામલા સામે આવ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે રવિવારે કહ્યુ કે, ભારતમાં કોવિડ-19 મહામારીના ખાત્મા તરફ વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રસીની પાછળ વિજ્ઞાન પર વિશ્વાસ રાખવાની જરૂર છે, મહામારી ખતમ થવા પર છે. દેશ એક તરફ જ્યારે કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે મહામારી ક્યારે પણ દેશને ભરડામાં લઇ રહી છે, તેની વચ્ચે રાજનીતિ ન થવી જોઈએ.
Reliance / મહિલા દિવસે નીતા અંબાણીની અનોખી પહેલ, મહિલાઓ માટે hercircle ડિજિટલ નેટવર્કિંગ પ્લેટફોર્મનો પ્રારંભ
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, કોવિડ-19 રસીકરણ અભિયાનને રાજનીતિથી દૂર રાખવું જોઈએ. તેમણે કહ્યું કે, લોકોને રસી સાથે જોડાયેલા વિજ્ઞાન પર વિશ્વાસ અને તે નક્કી કરવું જોઈએ કે તેના પરિવારજનોને સમય પર રસી લાગી જાય. હર્ષવર્ધને રવિવારે ધર્મશિલા નારાયણ હોસ્પિટલના સહયોગથી આયોજીત દિલ્હી ચિકિત્સા સંઘ (ડીએમએ) ના 62માં વાર્ષિક દિલ્હી રાજ્ય ચિકિત્સા સંમેલનને સંબોધિત કરતા કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના બે કરોડથી વધુને રસી લાગી ચુકી છે અને રસીકરણ દર વધીને પ્રતિદિન 15 લાખ થઈ ગયો છે.
Women’s Day / વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલા ધારાસભ્યોને રાજ્ય સરકારની ભેટ, મળશે વધારાની ગ્રાન્ટ
તેમણે કહ્યું, બીજા દેશોના મુકાબલે અમે કોવિડ-19 રસીની ઝડપથી આપૂર્તિ કરી છે, જે સુરક્ષિત છે અને તેની અસરકારકતા સાબિત થઈ ચુકી છે. પ્રારંભિક પરિણામોના આધાર પર ભારતમાં નિર્મિત આ રસીને દુનિયાભરમાં લગાવ્યા બાદ પ્રતિકૂળ પ્રભાવના ખુબ ઓછા મામલા સામે આવ્યા છે. તેમણે કહ્યું, ભારતમાં કોવિડ-19 મહામારી ખાત્મા તરફ વધી રહી છે. આ તબક્કામાં સફળતા હાસિલ કરવા માટે આપણે ત્રણ પગલા ભરવાની જરૂર છે. કોવિડ-19 રસીકરણ અભિયાનને રાજનીતિથી દૂર રાખો. કોરોના રસી સાથે જોડાયેલા વિજ્ઞાન પર વિશ્વાસ કરો અને તે નક્કી કરો કે આપણા પરિવારજનોના સમય પર રસી લાગે.
Rahul Gandhi / કૉંગ્રેસ છોડી BJPમાં ગયેલા સિંધિયા માટે છલકાયું રાહુલ ગાંધીનું દર્દ, કહ્યું- કોંગ્રેસમાં હોત તો મુખ્યમંત્રી હોત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…