ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેર કાળો કહેર મચાવી રહી છે. રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર કોરોના સિવાય કાઈ જોવા નથી મળતું. ત્યારે કોરોના પણ નિત નવા રેકોર્ડ બનાવવામાં વ્યસ્ત હોય તેમ એક પછી એક રેકોર્ડ બનાવતું જઈ રહ્યું છે. પછી તે સંક્રમીતોનો આંક હોય કે પછી તેની લાક્ષણીકતા.
સામાન્ય રીતે એક વાર કોરોના થયા બાદ શરીરમાં તેની એન્ટી બોડી ઉત્પન્ન થતી હોય છે પરંતુ કોરોના નાકેસમાં આવું જોવા મળ્યું નથી. એકવાર કોરોના થયા બાદ પણ ફરી કોરોના થઇ શકે છે. બે ડોઝ વેકસીનના લીધા બાદ પણ કોરોના થઇ શકે છે. વૈજ્ઞાનિકોના તમામ તથ્યોને કોરોનાએ નેવે મૂકી દીધા છે. દાહોદ જિલ્લા ના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી કોરોના સંક્રમિત બન્યા છે. ડો.આર.ડી.પહાડીયા ફરી એક વખત થયા કોરોના સંક્રમિત બન્યા છે. એક વર્ષ અગાઉ પણ ડો.આર.ડી.પહાડીયા કોરોના સંક્રમિત થયા હતા. કોરોનાથી તેમના ફેફસામાં ઈનફેકશન થયા પછી લાબી સારવાર બાદ સ્વસ્થ થઈ ફરજ પર પરત ફર્યા હતા.
અને હવે તેમને રસીના બે ડોઝ પણ લીધા છે. અને ફરી એકવાર કોરોનાનો શિકાર બન્યા છે. કોરોના રસી નો બિજો ડોઝ લીધા પછી પણ ડો. પહાડીયા કોરોના સંક્રમિત બન્યા છે. કોરોનાનો આરટીપીસીઆર રીપોર્ટ કરાવતા ડો. પહાડીયા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. અને તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.