- સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત્
- કોરોનાના કેસ વધતા હવાઈ મુસાફરીને અસર
- રાજકોટ-મુંબઇ એર ઇન્ડિયાની સવારની ફ્લાઇટ કેન્સલ
- સવારની ફ્લાઇટ 14 જાન્યુ. સુધી કેન્સલ
- હવે સાંજના ફ્લાઇટ ઉડાન ભરશે
રાજ્યમાં વધી રહેલા કોરોનાનાં કેસનાં કારણે લોકોમાં ચકચાર થવા પામી છે. ત્યારે હવે આ વધતા કેસની અસર ડોમેસ્ટિક ફ્લાઇટ પર પણ પડી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, કોરોનાનાં વધતા કેસનાં કારણે રાજકોટ-મુંબઈ એર ઈન્ડિયાની સવારની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે.
આ પણ વાંચો – કોરોનાના રેકોર્ડ કેસ / દેશમાં સાત મહિના બાદ કોરોનાના નવા 1 લાખથી વધુ કેસ,ત્રીજી લહેરની શરૂઆત
આપને જણાવી દઇએ કે, કોરોનાનાં કેસનો વિસ્ફોટ થતા દેશમાં ચારેકોર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે તેની સીધી અસર ડોમેસ્ટિક ફલાઇટનાં મુસાફરો પર જોવા મળી રહી છે. જી હા, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજકોટ-મુંબઈ એર ઈન્ડિયાની સવારની ફ્લાઇટ 14 જાન્યુઆરી સુધી કેન્સલ કરવામાં આવી છે. હવે સાંજનાં સમયે ફ્લાઇટ ઉડાન ભરશે. કોરોનાનાં કારણે પહેલા જ ફ્લાઇટ કંપનીઓ ખોટમાં ચાલી રહી છે. તેમા પણ યાત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો પણ ફ્લાઇટ કંપનીઓ માટે એક મોટી ચિંતાનો વિષય બન્યો છે. જો કે મુસાફરોની ઘટી રહેલી સંખ્યાને પગલે એરલાઇન કંપનીઓ એકબીજા સેક્ટરની ફલાઇટ્સ મર્જ કરી ઓપરેટ કરવાનું પણ નક્કી કર્યુ છે. જણાવી દઇએ કે, અમદાવાદ એરપોર્ટ પરથી પ્રતિદિન 150 થી વધુ ફલાઇટ્સમાં 18 હજાર પ્રવાસીઓનો ફૂટફોલ છે. આ સંખ્યામાં દિનપ્રતિદીન વધારો થઇ રહ્યો હતો ત્યાં જ કોરોનાની સંભવિત ત્રીજી લહરે વચ્ચે અમદાવાદથી ઓપરેટ થતી ફલાઇટ્સમાં કેન્સલનું પ્રમાણ વધી રહ્યુ છે. જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાની ગતિ સતત વધી રહી છે. ત્યારે હવે એકવાર ફરી બીજી લહેરમાં બનેલી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. સાવચેતી રાખવી જરૂરી બની છે.