” કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો, અડગમુસાફરોને હિમાલય પણ નથી નડતો “ ઉક્તિને જીવનમાં ચરિતાર્થ કરી બતાવી છે વાપીની તાન્યા ગ્રોવરે, કે જેણે ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2020માં લેવાયેલી પરીક્ષામાં વાપીની તાન્યા પ્રદીપ ગ્રોવર 545 માકર્સ (60.56) સાથે દેશમાં પ્રથમક્રમ પ્રાપ્ત કર્યો છે. આ પરીક્ષા પહેલા સપ્ટેમ્બરમાં તાન્યા ગ્રોવર કોરોના પોઝિટિવ આવી હતી. આમ છતાં તેમણે હિમંત હાર્યા વગર સી.એસ.ની પરીક્ષાની તૈયારી કરી હતી.વાપી ગુંજન સ્થિત મંગલમૂર્તિ નજીક સાગર સોસાયટીમાં રહેતી તાન્યા ગ્રોવરે કોરોનાને માત આપ્યા બાદ ડિસેમ્બરમાં વાપી કે.બી.એસ.કોલેજના કેન્દ્ર પરથી પરીક્ષા આપી હતી.
Corona Virus / UPમાં કેરળ અને મહારાષ્ટ્રથી આવનારા કોરોના પોઝિટિવ કે નેગેટિવ તમામને કરાશે ક્વોરેન્ટાઇન
ગુરૂવારે જાહેર થયેલા પરિણામમાં તેનો પ્રથમ રેન્ક આવ્યો હતો. તેમણે ઉત્તરપ્રદેશના રામપુરના વિલાસપુર સીબીએસઇ સ્કુલમાં ધો.12 સુધીનો અભ્યાસ કર્યો છે. જયારે તાન્યાના પિતા વાપીમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સી.એસ.ની ફાઇનલ પરીક્ષામાં પ્રથમ રેન્ક આવતાં તેમના પરિવાજનો અને મિત્ર વતૂર્ળમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.
Beware! / નિયમોની ઐસી તૈસી કરી ચાલતી ભૂતિયા ફંડ કંપનીઓથી ચેતજો, કેન્દ્ર સરકારની ચેતવણી
તાન્યા ગ્રોવર જણાવે છે કે બીબીએ વાપી રોફેલ કોલેજથી કર્યું છે. ત્યારબાદ સી.એસ.નો કોર્ષ કર્યો હતો.એકઝામ વાપી કેન્દ્રથી આપી હતી. બીબીએ કરતી વખતે નકકી કર્યુ હતું કે કંપની સેક્રેટરી બનવું છે. કારણ કે આ ફિલ્ડમાં બહુ ઓછા લોકો જતાં હોય છે.આ પરીક્ષાની તૈયારી માટે સમય નકકી ન હતો, પરંતુ જયારે પણ તૈયારી કરતી ત્યારે 10 કલાક લાગે કે 20 કલાક લાગે પણ પૂર્ણ કરી દેતી હતી.આ પરીક્ષા માટે મુંબઇથી કોચિંગ લીધુ હતું. અને ઘરેથી તૈયારી કરી હતી.
Economy / આગામી વર્ષે ભારતના આર્થિક વૃદ્ધિ દર અંદાજ સુધરીને 10.8 થી 13.7 થશે, મૂડીઝનો અંદાજ
પોતાની આ સફળતા માટે તાન્યાએ જણાવ્યું હતું કે મારા પપ્પાને રોલ મોડેલ બનાવ્યાં છેે , લાઇફમાં બેલેન્ચ જોઇએ.પપ્પા હમેંશા બેલેન્ચ કરતા હોય છે.તાન્યા તેના જીવનના લક્ષ્ય વિશે વાત કરતાં જણાવે છે કે મોટી કંપનીમાં નોકરી લાગ્યા બાદ આગળ સામાજિક પ્રવૃતિ કરવાની ઇચ્છા છે. જેમાં વધુ રસ છે.તાન્યા વિદ્યાર્થીઓને સંદેશ આપે છે કે કોઇ પણ પરીક્ષામાં પધ્ધતિસર વાંચન કરવું જોઇએ. આયોજન વગર કોઇ પણ પરીક્ષામાં સફળતા મળતી નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…