સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, તો બીજી તરફ ભારતમાં તેનાથી વિપરીત કોરોનાનાં કેસ ઓછા થઇ રહ્યા છે. ભારતમાં, સોમવારે એટલે કે 16 નવેમ્બરનાં રોજ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 નાં નવા કેસ 30,548 નોંધાયા છે, જે છેલ્લા 4 મહિના બાદ 1 દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે.
આ પહેલા 15 જુલાઈએ 29,429 નવા કેસ નોંધાયા હતા. 16 નવેમ્બરની સવાર સુધીમાં નવા કેસની નોંધણી સાથે, દેશમાં કોવિડ-19 ચેપનો કુલ આંકડો વધીને 88,45,127 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 435 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મોતની સંખ્યા 1,30,070 છે. કોરોનામાં મૃત્યુ દર 1.47% છે.
સપ્તાહમાં 8-15 નવેમ્બરમાં ભારતમાં 2,92,549 કેસ નોંધાયા હતા, જે અગાઉનાં સપ્તાહે નોંધાયેલા 3,25,555 તાજા સંક્રમણોમાં ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈ પછીનો આ સૌથી નીચો સાપ્તાહિક આંકડો હતો. એ જ રીતે, સપ્તાહમાં 3,476 મૃત્યુ નોંધાયા છે, જે અગાઉનાં સપ્તાહમાં 4,011 મોતમાંથી 535 નો ઘટાડો થયો છે. જુલાઈનાં અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં થતા આ સૌથી ઓછા મૃત્યુ હતા.