આજે મહાશિવરાત્રીના પર્વ પર દેશભરમાં ભાવિકો શિવભક્તિમાં લીન થશે. તેની વચ્ચે કોરોના એ શિવરાત્રીએ જ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. દેશમાં કોરોનાનો સેકન્ડ વેવ જાણે સમગ્ર દેશને અજગર ભરડામાં લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.ફરી એક વખત સાજા થતા દર્દીઓ કરતા નવા કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં જ દેશમાં 22 હજારથી વધુ કોરોના નવા કેસ નોંધાયા છે. જ્યારે રિકવરી ઘટી અને 18 હજારની આસપાસ જોવા મળી રહી છે.
કૃષિ આંદોલન / ઇસ રાત કી સુબહ નહી : કિસાન સંગઠનોએ 15 માર્ચે ફરી એક વખત કર્યું ભારત બંધનું એલાન
દેશના આરોગ્ય મંત્રાલય પાસેથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કેસનો આંકડો 1.85 લાખને પાર થઈ ગયો છે. તેમજ 24 કલાકમાં દેશના આઠ રાજ્યોમાં કોરોનાના નવા કેસ માં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો વિસ્ફોટ જોવા મળ્યો છે, 24 કલાકમાં નવા 13,569 કેસ નોંધવામાં આવતાં મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.
Attack / CM મમતા બેનર્જી પર હુમલા કેસમાં મોટો ખુલાસો, નજરે જોનાર સાક્ષીઓએ ઉપજાવેલી વાત હોવાનું જણાવ્યું…
આ ઉપરાંત મહારાષ્ટ્રના વિવિધ શહેરો મુંબઈ, થાણે અને નાસિકમાં પણ કેસોમાં જબરો ઉછાળો જોવા મળ્યો છે. માત્ર મહારાષ્ટ્રમાં 54 નાગરિકોના મોત નિપજ્યા છે. જ્યારે પુના અને નાગપુરમાં છેલ્લા 24 કલાકમાં અનુક્રમે 2500 અને 1800થી વધારે કેસ જોવા મળ્યા છે. જેના પગલે દેશમાં ફરી થી એકવાર લોકડાઉનનો ખતરો તોળાતો જોવા મળી રહ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…