ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઘટતા હોય તેવું લાગી રહ્યુ નથી. છેલ્લા બે દિવસથી દરરોજ નોંધાયેલા કેસની સંખ્યા 80 હજારની ઉપર જઇ રહી છે. શુક્રવારે 4 સપ્ટેમ્બરનાં રોજ દેશમાં COVID-19 કેસ 39 લાખને પાર કરી ગયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 83,341 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, આ સાથે કોરોનાનાં કુલ કેસ 39,36,748 નોંધાયા છે. વળી, એક દિવસમાં 1,096 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 68,472 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, આ રોગમાંથી ઠીક થયેલા લોકોની સંખ્યા પણ 30 લાખને વટાવી ગઈ છે. દેશમાં રિકવરી દર 77.14% ચાલી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 66,659 દર્દીઓ ઠીક થયા છે.
અત્યાર સુધીનાં ઠીક દર્દીઓની કુલ સંખ્યા 30,37,151 છે. વળી કુલ કેસોમાં સક્રિય દર્દીઓની સંખ્યા 21.11% ટકા એટલે કે 8,31,124 છે. હાલમાં, કોરોનાનો મૃત્યુ દર 1.73% ની ઝડપે ચાલી રહ્યો છે. હાલમાં, પોઝિટિવિટી રેટ 7.12% ચાલી રહ્યો છે, જેનો અર્થ એ કે જેટલા પણ ટેસ્ટિંગ થઇ રહ્યા છે તેમાંથી 7.12% કેસ પોઝિટિવ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 11,69,765 ટેસ્ટ થયા છે. આજ સુધીમાં દેશમાં કુલ 4,66,79,145 ટેસ્ટ થઇ ચુક્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.