બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ કોરોનાવાયરસ રસી વિશે એક વિચિત્ર નિવેદન આપ્યું છે. બોલ્સોનારોએ કહ્યું છે કે કોરોના વાયરસના ચેપને રોકવા માટે શોધાયેલી રસીથી લોકો મગર બનશે, અને તેની આડ અસર મહિલાઓમાં દાઢી વિગેરે લાવશે.
બ્રાઝિલમાં જૂથ રસીકરણની રજૂઆત થી ચુકી છે. ત્યારે બોલ્સોનારોએ કહ્યું છે કે તે કોરોના વાયરસની રસી નહિ મુકાવે. ફાઈઝર રસીના કરારને ટાંકતા બોલ્સોનારોએ જણાવ્યું હતું કે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, રસીની આડઅસરો માટે જવાબદાર રહેશે નહીં.
IAS / પોસ્ટ એક અને મુરતિયાઓ પાંચ, કોના શિરે મુકાશે ગુજરાત IASનો તા…
જેયર બોલ્સોનારોએ કહ્યું કે જો તમે રસી લેવાથી ગર બની જાઓ છો, તો તે તમારી સમસ્યા છે. શરૂઆતથી જ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ કોરોના વાયરસ સંબંધિત શંકાસ્પદ પરિસ્થિતિમાં જોવા મળ્યા છે. ગયા વર્ષે, જેયર બોલ્સોનારોએ કોરોના વાયરસને નજીવો ફ્લૂ ગણાવ્યો હતો.
addressed / પૂર્વ વડાપ્રધાનનાં જન્મદિવસ પર PM મોદી UP નાં ખેડૂતો સાથે કર…
બોલ્સોનારોએ રસી બનાવતી કંપનીઓ વિશે પણ કહ્યું હતું કે જો તમે સુપર હ્યુમન બની જાઓ છો, જો કોઈ સ્ત્રીને દાઢી આવે અથવા કોઈ પુરુષ નો અવાજ સ્ત્રીઓ જેવો થઈ જાય છે, તો તેઓને તેની સાથે કંઈ લેવા દેવા નહીં. તેણે કહ્યું કે હું આ રસી નહિ મુકાવું.
એ નોંધવું જોઇએ કે બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 71 લાખથી વધુ કેસ નોંધાયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં એક લાખ 85 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જુલાઈમાં, બોલ્સોનારો પોતે કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. જોકે, ત્રણ અઠવાડિયા સુધી સારવાર લીધા પછી તે સ્વસ્થ્ય થયા છે.
ધિંગા ગવર / એક એવો તહેવાર જ્યાં છોકરીઓ કુંવારા છોકરાઓને મારે છે દંડો, જે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…