ચીમકી/ પબ્લિક હોડીંગ ભ્રષ્ટાચાર આક્ષેપ મામલે ગરમાવો,ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરવાની કોર્પોરેટરની ચીમકી

સમગ્ર ગુજરાતમાં રાજકીય લેબોરેટરી તરીકે હબ ગણાતા ઊંઝામાં વર્તમાન સમયે રાજકીય વંટોળ ઉઠ્યું છે. વિશ્વની સૌથી મોટી ઊંઝા APMC ના શેષ કથિત કૌભાંડ મામલે સ્થાનિક ધારાસભ્ય

Gujarat
unza banner પબ્લિક હોડીંગ ભ્રષ્ટાચાર આક્ષેપ મામલે ગરમાવો,ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરવાની કોર્પોરેટરની ચીમકી

પાયલ યાદવ, ઊંઝા @ મંતવ્ય ન્યૂઝ

સમગ્ર ગુજરાતમાં રાજકીય લેબોરેટરી તરીકે હબ ગણાતા ઊંઝામાં વર્તમાન સમયે રાજકીય વંટોળ ઉઠ્યું છે. વિશ્વની સૌથી મોટી ઊંઝા APMC ના શેષ કથિત કૌભાંડ મામલે સ્થાનિક ધારાસભ્ય આશાબેન પટેલ, ચેરમેન દિનેશભાઈ પટેલ, સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ સામે આક્ષેપ કર્યો છે. એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, ઊંઝા દ્વારા ગાંધીનગર CID ક્રાઇમમાં ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે, અને હવે બીજી બાજુ ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકામાં પબ્લિક હોડીંગ ભ્રષ્ટાચાર મામલે અપક્ષ યુવા કોર્પોરેટર ભાવેશ કે. પટેલ દ્વારા કમિશ્નર મ્યુનસિપાલિટી એડમીનિસ્ટેશન,પ્રાદેશિક મ્યુનિસપિલ કમિશ્નર. કલેકટર, મહેસાણાને લેખીતમાં આ સમગ્ર મામલે લેખીત જાણ કરાઈ છે.

unza letter પબ્લિક હોડીંગ ભ્રષ્ટાચાર આક્ષેપ મામલે ગરમાવો,ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરવાની કોર્પોરેટરની ચીમકી

સત્તા પક્ષના પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્થાનિક ધારાસભ્ય દ્રારા વર્તમાન સમયમાં વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે ઊંઝા નગરપાલિકાના ૧૪ જાહેર હોડીંગ જગ્યાઓ પર વ્યકિતગત પોસ્ટર છેલ્લા 2 મહિનાથી લગાવાયા છે. તેમજ તે લોકો કોઇપણ પ્રકારનું બજાર કિંમતનું ભાડું નગરપાલિકામાં જમા કરાવતા નથી. જેને લઇ ₹ ૨,૪૬,૯૯૯/- રૂપિયાની આજદિન સુધીની આવકમાં અવરોધ ઊભો થયો છે.

unza banner 4 પબ્લિક હોડીંગ ભ્રષ્ટાચાર આક્ષેપ મામલે ગરમાવો,ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરવાની કોર્પોરેટરની ચીમકી

તેમજ સંસ્થાને ગુજરત પાણી પુરવઠા બોડ ને 13 કરોડ થી વધું રકમ ચૂકવવાની બાકી હોય ને જે બાબતે ઊંઝા નગરપાલિકાના સત્તાધિશો દ્વારા ૧૪ પબ્લિક હોડીંગ જગ્યાઓની ટેન્ડર પ્રક્રિયા કે બજાર કિંમતનું ભાડું નાખ્યા વગર વ્યકિતગત પ્રસિદ્ધિ માટે સંસ્થાની આવકમાં અવરોધ ઊભો કરવા બદલ જવાબદાર સભ્યો સામે નગરપાલિકા અધિનિયમની કલમ-૩૭ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

majboor str 18 પબ્લિક હોડીંગ ભ્રષ્ટાચાર આક્ષેપ મામલે ગરમાવો,ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરવાની કોર્પોરેટરની ચીમકી