સાવલી નગરમાં જાહેર માર્ગો પર પડેલા ઠેર ઠેર ખાડાઓના પગલે અને પાલિકાધીશોની નિંદ્રા ને જગાડવા માટે ગટરના ઢાંકણા ઉપર પ્લેકાર્ડ લગાવીને ‘ભ્રષ્ટાચારનો ખાડો’ નું બિરુદ આપીને નગરજનોએ આક્રોશ વ્યક્ત કરતા ભારે ચકચાર જાગી છે.
સાવલી નગરમાં પાલિકાએ બનાવેલા વિવિધ રસ્તાઓ તેમજ ભૂગર્ભ ગટર લાઈનના ઢાંકણા ઓ તુટી જવાના કારણે રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નગરના મુખ્યમાર્ગો ભારે ઊબડખાબડ થઇ ગયા છે. જેમાં ખાસ કરીને સાવલી હાઇસકૂલ વાળો રસ્તો તેમજ આર એન બી કચેરીને બાજુ નો માર્ગ તેમજ સાવલી નગરના પ્રવેશદ્વાર પાસે મુખ્ય માર્ગ પર ગટર ઉભરાઈ જવાનો પ્રશ્ન તેમજ ડેપો પાસે નો માર્ગ ભારે તૂટી ગયેલી હાલતમાં જોવા મળે છે.
ઠેર ઠેર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. જેના પગલે વાહનચાલકો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેમ છતાંય પાલિકાધિસો નું પેટનું પાણી હાલતું નથી. લાખો કરોડોના ખર્ચે બનેલા માર્ગો કોન્ટ્રાક્ટરોની બેદરકારી તેમજ હલકી ગુણવત્તા વાળા મટીરીયલ વાપરવાના કારણે તૂટી ગયા છે. અને પ્રજાના પૈસા પાણીમાં ગયા છે.
તેમ છતાંય આ ખાડા પૂરવા માટે સત્તાધીશોએ ઊંઘ ઉડતી નથી નગરજનોએ નગરનો વિકાસ કરશે તેમ માનીને ભારે ખોબલે ખોબલે મત આપીને ભાજપની પાંખ ને ચુંટી છે. પરંતુ છેલ્લી ત્રણ ટર્મ થી ચૂંટાઈ ને આવતા ભાજપના નગરસેવકો ને નગરના પડેલા ખાડાઓને દેખાતા નથી. જેના પગલે નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સરકાર તરફથી સમયે-સમયે પાલિકાના વિકાસ માટે વિવિધ ગ્રાન્ટો ફળવાઇ છે. અને રાજ્ય સરકાર દ્વારા પણ વિકાસના ગાણાં ગવાય છે. ત્યારે સાવલી નગરના રસ્તાઓ વિકાસની પોલ ખોલી દેવા માટે નો ઉત્તમ ઉદાહરણ અને દાખલો પૂરો પાડી શકે તેમ છે. નગરના તૂટી ગયેલા રસ્તાઓ અને ગટરના ઢાંકણા ઓને મરામત કરાવવામાં સાવલી નગરપાલિકાની ઉદાસીનતાના પગલે નગરજનોએ ભ્રષ્ટાચારી ખાડા નું બિરુદ આપી ને પ્લેકાર્ડ લગાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આમ સાવલી ના જાહેર માર્ગો પર મસમોટા ખાડા ની અણ દેખી પલિકાધિશો ને જગાડવા માટે નગરજનો એ અનોખો નુસખો અપનાવતા અને પ્લે કાર્ડ ના પગલે સમગ્ર તાલુકા માં ભારે ચર્ચા જાગી છે.
જ્યારે સદર બાબતે પાલિકાના કોંગ્રેસી કોર્પોરેટર હસુભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે પાલિકા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગતા 2016 ગટર યોજના પૂર્ણ થઈ છે પરંતુ પાલિકા દ્વારા ગટર લાઇન નો ચાર્જ લીધો નથી. તો ગટર યોજના ની નિભાવણી નો ખર્ચ ક્યાં હેડ પર નાખે છે. અને નગરના રસ્તાઓ પર નગરજનો ભ્રષ્ટાચાર ના ખાડા થી ચેતજો તેવું બોર્ડ લગાવ્યું છે. જે પાલી કા ના વહીવટ નો નમૂનો છે.
તસવીર માં સાવલી નગરના માર્ગો પર મસમોટા ખાડા અને ગટર લાઇન ના ઢાંક ના તૂટી જવાથી કંટાળેલા નાગરિકો એ પ્લે કાર્ડ લગાવી વિરોધ નોંધાવ્યો ની તસવીરો નજરે પડે છે.