સમરસ હોસ્ટેલને ૧૦૦૦ બેડમાં ડેડીકેટેડ કોવીડ હેલ્થ અને કેર સેન્ટરમાં રૂપાંતરિત કરી તેમાં રોજબરોજ સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ સારવાર હેઠળ રહેલા દર્દીઓને માનસિક હૂંફ મળી રહે તે માટે માસ્ટર ઈન સોશિયલ વર્ક ના ૧૦ લોકોની ટીમ દ્વારા ખાસ કાઉન્સેલિંગ એન્ડ વિડીયો કોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ તો દર્દીના પરિવારજનો ઉંચક જીવે બહાર તેમના ખબર અંતરની રાહ જોતા હોઈ ત્યારે તેમના સ્નેહીજનની સાથે મોબાઇલફોન પર વિડીયો કોલિંગ દ્વારા વાતચીત કરાવી આપવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
સ્ટાફ દ્વારા દરેક વોર્ડમાં દાખલ દર્દીઓ પાસે જુદી જુદી ટીમ દર્દીઓની મદદે આત્મીયતા સભર વાતાવરણ પૂરું પાડે છે. દરેક બેડ પર જઈ તેઓ ખબર અંતર પૂછે, કઈ તકલીફ હોઈ તો તેની જાણકારી અને નોંધ કરે, દર્દીને પોઝિટિવ વાતાવરણ પૂરું પાડે, પાણી પીવડાવે, સારવાર સુવિધા અંગે ફીડબેક લેવાનું કામ કરે છે .
હલ્લો કેમ છો’ ? અને દર્દી કહે કે અમને સારું છે અને અહીં ખુબ સારી સુવિધા મળે છે તેમ જણાવે એટલે બંને છેડે થાય છે હાશકારો… સાથોસાથ દર્દીને માનસિક હૂંફ મળી રહેતા તેમની તબિયતમાં પણ ઝડપી સુધારો જોવા મળી રહ્યો છે… રોજના ૨૦૦ થી વધુ વિડીયો કોલ દર્દીઓ અને પરિવારજનો વચ્ચે કરાવી આપવામાં આવી રહ્યાનું ગોહિલે જણાવ્યું છે. તેમના સ્નેહીજનો જોડે વાત કરાવે છે .જેથી બંને બાજુએથી હાશકારો અનુભવાય છે .
સમરસ કેર સેન્ટર ખાતે હાલ ડો. મેહુલ પરમાર ડો. પીપળીયા, ડો. જયદીપ ભૂંડિયા અને તબીબી સ્ટાફ તેમજ રોજગાર નિયામક ચેતન દવે સહિતના અધિકારીઓ રાત દિવસ તેમની સેવા આપી રહ્યા છે.