Surat News/ સુરતના ઉધનામાં ડમ્પર ચાલકે દંપતીને કચડી નાખ્યું

સુરતના ઉધનામાં હરતાંફરતા મોતના ડમ્પરે (Dumper)  દંપતીને કચડીનાખ્યુ હતુ. ડમ્પર ચાલકે બાઇક સવાર દંપતીને પાછળથી ટક્કર મારી હતી. બાઇક પર જઈ રહેલા દંપતીને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કરના લીધે પત્નીનું ઘટનાસ્થળે મોત થયું હતું.

Top Stories Gujarat Surat Breaking News
Beginners guide to 20 8 સુરતના ઉધનામાં ડમ્પર ચાલકે દંપતીને કચડી નાખ્યું

Surat Accident: સુરતના ઉધનામાં હરતાંફરતા મોતના ડમ્પરે (Dumper)  દંપતીને કચડીનાખ્યુ હતુ. ડમ્પર ચાલકે બાઇક સવાર દંપતીને પાછળથી ટક્કર મારી હતી. બાઇક પર જઈ રહેલા દંપતીને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કરના લીધે પત્નીનું ઘટનાસ્થળે મોત થયું હતું. પતિનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી તપાસ પણ હાથ ધરી હતી.

ડમ્પર ચાલકોને દિવસ દરમિયાન બહાર નીકળવાની મનાઈ હોવા છતાં પણ તેઓ દિવસે બેફામ મોતના ડમ્પર બનીને ફરે છે. તેની સામે કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી. તેના લીધે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે.

આ પહેલા દિવસ દરમિયાન બનેલા અકસ્માતમાં ભરૂચના અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતમાં બેના મોત થયા છે. રાજપીપળા ચોકડી નજીક ત્રિપલ અકસ્માત જીવલેણ નીવડ્યો હતો. ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમા બાઇક પર સવાર બેના મોત થયા હતા.

આ અકસ્માત રાજપીપળા ચોકડી નજીક યુ-ટર્ન હતો ત્યાં થયો હતો. અકસ્માતના પગલે તાત્કાલિક રાજપીપળા પોલીસ પહોંચી ગઈ હતી. અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સ્કૂલ બસના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી

આ પણ વાંચો: રાજ્યમાં લિફ્ટમાં ખામી સર્જાતા બન્યા બે અકસ્માતો, સુરતમાં લિફ્ટ પડતા 4 લોકો ફસાયા અને જામનગરના 1 સગીરનું થયું મોત

આ પણ વાંચો: સુરતના માંડવી પાસે અકસ્માતમાં એકનું મોત