Surendranagar News : સુરેન્દ્રનગરના દસાડામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં દંપતીનું મોત થયું હતું જ્યારે ચાર જણા ઘાયલ થતા સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવની વિગત મુજબ સુરેન્દ્રનગરના દસાડા ખાતે કારમાં પરિવારના પાંચ સભ્યો જઈ રહ્યા હતા. દરમિયાન દસાડાના માલણપુર ગામ પાસે અચાનક કાર પલ્ટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેઠેલા દંપતીનું મોત નીપજ્યુ હતું. જ્યારે અન્ય ચાર જણા ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો
આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા
આ પણ વાંચો: જૂનાગઢમાં દલિત યુવાનને માર મારવાના મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ જેલમાં