Not Set/ રાજ્યમાં રેમડેસિવીર બાદ ઓક્સીજનની તંગી, અમદાવાદ મેડિકલ એસો.નો CMને પત્ર

ઓક્સિજન નહીં મળવાથી દર્દીઓના મોત થઇ શકે છે. ડોકટરો-દર્દીના પરિવારજનો વચ્ચે ઓક્સીજનને લઇ મારામારી પણ થઇ રહીછે.

Ahmedabad Gujarat Trending
morvsa hadaf 5 રાજ્યમાં રેમડેસિવીર બાદ ઓક્સીજનની તંગી, અમદાવાદ મેડિકલ એસો.નો CMને પત્ર

ગુજરાત રાજ્યમાં સબ સલામતના દવા વચ્ચે દૈનિક 6600 કેસમાં તંત્ર પોતેજ ઓક્સિજન પર આવી ગયું છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રેમડેસિવીર બાદ હવે રાજ્યમાં ઓક્સીજન ની તંગી હોવાનું પણ સામે આવી રહ્યું છે. રાજ્યમાં ઓક્સિજનની અછત હોવા અંગે અમદાવાદ મેડીકલ એસોસિએશન દ્વારા રાજ્યના CM ને પત્ર લખી જાણ કરવામાં આવી છે. જેમાં 100 ટકા મેન્યુફેક્ચરિંગ ઓક્સિજન હોસ્પિ.માં આપવાની માંગ કરવામાં આવી છે. રા.સરકારે 60 ટકા ઓક્સિજન જથ્થો રિઝર્વ રાખ્યો છે.

morvsa hadaf 4 રાજ્યમાં રેમડેસિવીર બાદ ઓક્સીજનની તંગી, અમદાવાદ મેડિકલ એસો.નો CMને પત્ર

વધુમાં પત્રમાં લખવામાં આવ્યું છે કે ઓક્સિજન નહીં મળવાથી દર્દીઓના મોત થઇ શકે છે. ડોકટરો-દર્દીના પરિવારજનો વચ્ચે ઓક્સીજનને લઇ મારામારી પણ થઇ રહીછે.

અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે પણ ડૉક્ટરોને રેમડેસિવિર ઈન્જેક્શનનો યોગ્ય રીતે જરૂર લાગે તે રીતે જ ઉપયોગ કરવા સૂચના આપી છે. રેમડેસિવિર કોરોનાથી થતાં મૃત્યુ અને ઇન્ફેક્શનને રોકતું નથી. પરંતુ તેને યોગ્ય સમયે આપવામાં આવે તો રોગનો ફેલાવો અટકે છે.

અત્રે ઉલ્લેખનીય છેકે અમદાવાદ જેવા શહેરમાં કોરોનાએ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. અમદાવાદમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં મંગળવારે ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૨૨૫૧ કેસ નોધાયા હતા. તો ૨૩ લોકોના મોત થયા હતા.