Navsari News : મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં જે રીતે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે એવી જ રીતે ગુજરાતમાં પણ ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે એ માટે નવસારી જિલ્લાના ગૌરક્ષકો દ્વારા આજે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટરને આવેદન આપી રાજ્ય સરકાર સુધી પહોંચવાની રજૂઆત કરી છે. આ દરમિયાન એક ગૌરક્ષક અધિક કલેક્ટર ઓફિસમાં વાછરડું લઈને પહોંચતાં અધિકારીએ વાછરડાને બહાર લઈ જવા કહ્યું હતું, તો ગૌરક્ષક સેવા સમિતિના અધ્યક્ષએ કહ્યું હતું, ‘કલેકટર તો કૂતરું લાવે છે તો વાછરડા સામે વાંધો કેમ?’ આ દરમિયાન નિવાસી કલેકટર અને ગૌરક્ષકો વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી.
આજે નવસારી જિલ્લાના ગૌરક્ષકો દ્વારા ભેગા થઈ ગાય તેમ જ વાછરડાને સાથે રાખી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં થોડો સમય રાહ જોયા બાદ અધિક નિવાસી કલેક્ટર કેતન જોશી દ્વારા સમય આપવામાં આવ્યો હતો. આ દરમિયાન એક ગૌરક્ષક હાથમાં વાછરડાને ઊંચકી અધિક કલેકટરની ઓફિસમાં પ્રવેશ્યો હતો, જ્યાં વાછરડું જોતાં જ અધિક કલેક્ટરે એને બહાર લઈ જવા કહ્યું હતું તો ગુજરાત પ્રદેશ ગૌ સેવા સમિતિના અધ્યક્ષ સાજન ભરવાડે ટકોર કરી હતી કે કચેરીમાં કલેક્ટર તો કૂતરું લાવે છે તો વાછરડા સામે વાંધો કેમ?ગૌરક્ષકના આ સવાલ સામે અધિક કલેક્ટરે કહ્યું, તેઓ મારા અધિકારી છે, એ બાબતે હું કશું કહી શકું નહીં.
જાહેરનામા મુજબ કલેક્ટર કચેરીમાં માત્ર પાંચ લોકો આવેદન આપવા આવી શકે છે. આ આવેદનમાં પાંચથી વધુ ગૌરક્ષકો કચેરીમાં આવતાં અધિક કલેક્ટરે નિયમની અમલવારી થાય એવી સૂચના આપી હતી. આ દરમિયાન થોડી શાબ્દિક ટપાટપી બાદ અધિક કલેક્ટરે આવેદનપત્ર સ્વીકાર્યું હતું અને એને યોગ્ય સ્થાને પહોંચાડવાની ખાતરી આપી હતી.અધિક કલેક્ટર કેતન જોશીની ઓફિસમાં ગૌરક્ષકો વાછરડું લઇને પહોંચ્યાં તો કેતન જોશીએ કહ્યું કે આને બહાર લઇ જાઓ. આમ તમે વાછરડું લઇને આવો એ યોગ્ય નથી. હું પણ હિન્દુ છું મને પણ તમારા પ્રત્યે લાગણી છે, પરંતુ આ જાહેરનામાનો ભંગ થાય છે. જો તમે કલેક્ટર કચેરીમાં આવી રીતે વાછરડું લઈ ગયા હોત તો કલેક્ટર સાહેબ કેસ દાખલ કરી દે.. આ યોગ્ય ન કહેવાય અને જાહેરનામા મુજબ પાંચ લોકો જ ઓફિસમાં હાજર રહે, બાકીના બહાર જાઓબીજી તરફ, ગૌરક્ષક સેવા સમિતિના અધ્યક્ષે સાજન ભરવાડે કહ્યું હતું કે તમે વાછરડું લઇને આવવાની ના પાડો છો અને કલેક્ટર તો ઓફિસમાં કૂતરું લઇને આવે છે.
એની સામે અધિક કલેક્ટરે કહ્યું, કોણ કૂતરું લાવે છે અને ક્યારે લાવે છે? એ મને ખબર નથી. તો ગૌરક્ષકોએ કહ્યું, કલેક્ટર કૂતરું લાવે છે, અમે જોયું છે. આ પ્રમાણેની શાબ્દિક ટપાટપી બાદ આખરે અધિક નિવાસી કલેકટરે આવેદનપત્ર સ્વીકાર્યું હતું.આ અંગે ગુજરાત પ્રદેશ ગૌ સેવા સમિતિના અધ્યક્ષ સાજન ભરવાડે જણાવ્યું હતું કે જે રીતે મહારાષ્ટ્રમાં સ્થાનિક સરકાર દ્વારા ગાયને રાજ્ય માતા તરીકે જાહેર કરાઇ છે એવી રીતે ગુજરાત સરકાર પણ ગાયને રાજ્ય માતા જાહેર કરે એવી અમારી માગ છે. આ વિષયને લઈને આજે કલેક્ટર કચેરી અમે આવેદન આપી રાજ્ય સરકાર એને કેન્દ્ર સરકાર સુધી અમારી માગ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અમારા ગૌરક્ષકો દ્વારા વાછરડાને કચેરીમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં અધિકારીએ એને બહાર લઈ જવા કહ્યું હતું. કેટલાક અધિકારીઓ કૂતરાઓ સાથે કચેરીમાં આવે છે એની સામે વાંધો નથી તો ગાય તેમ જ વાછરડા સામે વાંધો કેમ છે?
આ પણ વાંચો: યુપીના અમરોહામાં સ્કૂલની વિદ્યાર્થીનીનું હાર્ટએટેકથી મોત
આ પણ વાંચો: પાટણના ચાણસ્મામાં યુવાનનું હાર્ટએટેકથી મોત
આ પણ વાંચો: બનાસકાંઠામાં હાર્ટએટેકથી બે વ્યક્તિના મોત