લોકસભા ચૂંટણીને લઈને સી.આર.પાટીલે લીધો મહત્વનો નિર્ણય. તાજેતરમાં સી.આર.પાટીલે 4 લોકસભા બેઠક માટે કલસ્ટર પ્રભારીની નિમણૂક કરી. આ સાથે સી.આર.પાટીલે એક પ્રદેશના સહપ્રવક્તા તરીકે મહેશભાઈ પુરોહિન (નવસારી)ની પણ નિમણૂંક કરી છે. ચૂંટણીને લઈને વલસાડ, નવસારી, બારડોલી અને સુરત એમ 4 બેઠકો પર એક કલસ્ટર પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. આ 4 લોકસભા બેઠક માટે પૂર્વ પ્રદેશ મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડયાની નિમણૂંક કરવામાં આવી. કલસ્ટર પ્રભારીએ સંયોજક અને જિલ્લા/મહાનગરના પ્રભારી અને પ્રમુખ તેમજ મહામંત્રી સાથે ચૂંટણી કાર્યને લઈને સંકલન કરવાનું રહેશે.
મહત્વનું છે કે લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષ સહિત ભાજપે જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ પક્ષો પ્રચાર માટે પોતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને બીજીબાજુ ઇલેક્ટરોલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટમાં મામલે સુનાવણી પર સુનાવણી થઈ રહી છે. ભાજપ હંમેશા ચૂંટણી અલગ રણનીતિ અપનાવતો છે. આ વખતે ભાજપે 400 સીટનો લક્ષ્યાંક રાખ્યો છે. જ્યારે ગુજરાતમાં 26 એ 26 બેઠકો પર જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપે તમામ 182 વિધાનસભા બેઠકો પર પ્રભારી અને કન્વીનરની નિમણૂંક કરી છે. તાજેતરમાં ગુજરાતમાં 4 બેઠકો પર પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડયાની નિમણૂંક કરાઈ છે સાથે સહપ્રવક્તા તરીકે મહેશભાઈ પુરોહિન (નવસારી)ની નિમણૂંક કરી છે.
આ પણ વાંચો: Gandhi Family/આ વખતે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાની પાર્ટી કોંગ્રેસને વોટ નહીં આપી શકશે, જાણો કારણ
આ પણ વાંચો: Breaking News Earthquake/મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભકૂંપથી ધરા ધ્રુજી, 10 સેકન્ડ સુધી અનુભવાયા આંચકા
આ પણ વાંચો: sanjay raut/સંજય રાઉતે પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી, ભાજપે કહ્યું- જનતા જવાબ આપશે