Jamnagar News/ ફાઇનાન્સની ઓફિસમાંથી ઝડપાયું ક્રિકેટ સટ્ટાનુ નેટવર્ક, નિવૃત પોલીસ કર્મીનો દિકરો ઝડપાયો

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં એક ફાઇનાન્સની ઓફિસમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પકડાયું ક્રિકેટની મોબાઈલ ફોનની આઇડી પર સટ્ટો રમી રહેલા 3 શખ્સો પકડાયા, મુખ્ય બુકી ફરાર.

Gujarat Top Stories Others
Yogesh Work 2025 01 17T211213.122 ફાઇનાન્સની ઓફિસમાંથી ઝડપાયું ક્રિકેટ સટ્ટાનુ નેટવર્ક, નિવૃત પોલીસ કર્મીનો દિકરો ઝડપાયો

Jamnagar News: જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ફાઇનાન્સની ઓફિસમાંથી સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પકડી પાડ્યું છે અને મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી પરથી હારજીતનો સટ્ટો રમી રહેલા 3 શખ્સોને પકડી પાડ્યા છે અને તેઓ પાસેથી રૂપિયા 3.5 લાખની કિંમતના મોબાઈલ ફોન સહિતનું ક્રિકેટના સટ્ટાની સામગ્રી કબજે કરી છે. જ્યારે તેઓની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર મુખ્ય બુકીને ફરાર જાહેર કર્યો છે.

Yogesh Work 2025 01 17T211315.686 ફાઇનાન્સની ઓફિસમાંથી ઝડપાયું ક્રિકેટ સટ્ટાનુ નેટવર્ક, નિવૃત પોલીસ કર્મીનો દિકરો ઝડપાયો

જામનગરના DYSP જયવીરસિંહ ઝાલાની સૂચનાથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા આશાપુરા કોમ્પલેક્ષમાં ક્રિષ્ના ફાઇનાન્સ નામની ઓફિસમાં કેટલાક શખ્સો એકત્ર થઈને મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા છે. જે બાતમીના આધારે ગઈકાલે સાંજે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન 3 શખ્સો જુદા જુદા મોબાઈલ ફોનની ક્રિકેટની આઇ. ડી. પર બાંગ્લાદેશમાં રમાઈ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ પર હારજીત કરી રહેલા મળી આવ્યા હતા. તેથી પોલીસે ફાઈનાન્સ ઓફિસના સંચાલક ચિરાગ સુરેશભાઈ આહીર, ઉપરાંત રવિ નવીનભાઈ ગોરી અને સિકંદર ઈસ્માઈલભાઈ દલવાણીની અટકાયત કરી લીધી છે.

જેઓ પાસેથી જુદા જુદા 4 નંગ કિંમતી મોબાઈલ ફોન અને રૂપિયા 20 હજારની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3.70 લાખની માલમતા કબજે કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ પરાક્રમ સિંહ રાણા નામના મુખ્ય બુકી સાથે ક્રિકેટની આઈડી પર સોદાની કપાત કરતા હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે અને શોધખોળ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં પરિવાર અપહરણ કેસઃ 4 આરોપીઓની ધરપકડ, બંધક પરિવારને મુક્ત કરાયો

આ પણ વાંચો:જામનગરના કાલાવડમાં પ્રેમલગ્ન કરવા પડ્યાં મોંઘા! યુવક સહિત બહેન-બનેવીનું કરાયું અપહરણ

આ પણ વાંચો:બનાસકાંઠામાં વેપારીનું અપહરણ, પોલીસે ગણતરીના કલાકોમાં ઈસમોને પકડી પાડ્યા