- ક્રિકેટનો સટ્ટો રમતા ચાર સટોડિયા ઝડપાયા
- સુષ્ટી હોમ્સ સોસાયટીમાં એલસીબીએ કરી રેડ
- વન-ડે મેચ પર ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા હતા
- 27 મોબાઇલ લેપટોપ સહિતનો મુદામાલ કબ્જે
@પ્રવીણ દરજી
Patan News: પાટણ શહેરમાં વાળીનાથ ચોક નજીક સૃષ્ટિ હોમ્સ સોસાયટી ના એક મકાનમાં સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની વન-ડે ક્રિકેટની મેચમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટાબેટિંગ નો જુગાર રમતા ચાર શખ્સોને પાટણ એસઓજી એલસીબીની સંયુક્ત ટીમે બાતમી આધારે રેડ કરી પકડી પાડ્યા હતા.આ મામલામાં કુલ 17 શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
પાટણ એસઓજી અને એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે એસઓજી પી એસ આઈ વી આર ચૌધરી ને ખાનગી બાતમી મળી હતી કે વિશાલ બાબુભાઈ પુજારા પાટણના વાળીનાથ ચોક નજીક સૃષ્ટિ હોમ્સ સોસાયટીમાં તેના મકાનમાં હાલમાં રમાતી સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની વનડે ક્રિકેટની મેચમાં ગ્રાહકો પાસે ક્રિકેટનો સટ્ટાબેટિંગ રમાડી રહયો છે તેવી બાતમી આધારે પોલીસે રેડ કરી ચાર શખ્સોને સ્થળ પરથી દબોચી લીધા હતા .તેમની પાસેથી પોલીસે 27 મોબાઇલ 2 લેપટોપ લાઈવ મેચ જોવાનો પડદો પ્રોજેક્ટર રીમોટ ઈલેક્ટ્રીક સ્પીકર ચાર મોબાઈલ ચાર્જર ચાર વાઇફાઇ રાઉટર મળી કુલ રૂપિયા 2, 54,600 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે 17 શખ્શો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. 27 મોબાઇલ, બે લેપટોપ, મેચ જોવાનો પડદો અને પ્રોજેક્ટર સહિત મુદ્દામાલ જપ્ત, ચાર ઝડપાયા.પાટણમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગ નો જુગાર રમતા ચાર પકડાયા હતા.
17 સામે ફરિયાદ નોંધાઇ
- નિખિલ ઠક્કર પાલનપુર
- કિરણ હૈદરાબાદ
- ભોલો ડાયમંડ થરા
- કમલેશ ઉર્ફે કે.ટી જાપાન રહે પાટણ
- જતીન રહે પાટણ
- મયુર ઠક્કર એમ. કે.અમદાવાદ
- રાજેશ ઠક્કર હારીજ હાલ રહે પાટણ
- બીટુ ઠક્કર ડીસા
- જીગર વાપી
- વિનાયક દુબઈ
- આનંદ બોમ્બે
- જોન્ટી અમદાવાદ
- રામ કેશોદ
- ઝડપાયેલા શખ્સો
- વિશાલ બાબુભાઈ પુજારા રહે પાટણ
- સચિન પ્રફુલચંદ્ર ઠક્કર રહે પાટણ
- નીલ નિલેશભાઈ રાજપુત રહે પાટણ
- જીતુ સિંહ અમરસિંહ રાજપુત રહે પાટણ
ભારત સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે મેચ ઉપર ગ્રાહકોને સટ્ટો રમાડતા 17 સામે ફરિયાદ નોંધાઇ.
આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી
આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ
આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી
આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી