દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી દેશમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં અંગદાનના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરતની નગર પ્રાથમિક સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં 100 કરતાં વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો.
આજે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને રાજ્યભરમાં વિવિધ પ્રકારે ઉજવણી થઈ રહી છે. ત્યારે જામનગર ખાતે ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પત્ની અને ભાજપના અગ્રણી નેતા તેમજ માતૃ શક્તિ ચેરી.ટ્રસ્ટના પ્રમુખ રિવાબા જાડેજાએ અનોખી રીતે PMનો જન્મદિવસ ઉજવ્યો હતો. રિવાબા જાડેજાએ શહેરના જુદા જુદા વોર્ડમાં જઈ સફાઈ કામદારો સાથે સફાઈ કરી સ્વચ્છ ભારત મિશન અભિયાનનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો.
જેમાં જામનગરના મ્યુનિ.કમિશનર વિજય ખરાડી પણ જોડાયા હતા અને સફાઈ કરી હતી. આમ, આજે જામનગરમાં રિવાબા જાડેજા તેમજ મ્યુનિ.કમિશનર સહિતના અધિકારીઓએ સફાઈ કામદારો સાથે સફાઈ કરી PMના જન્મદિવસની ઉજવણીની સાથોસાથ લોકોને સ્વચ્છતા રાખવા અંગેનો સારો સંદેશ પહોંચાડ્યો હતો.
દુષ્કર્મ/ રાજકોટમાં BJP મહિલા ઉપપ્રમુખના પતિએ પરણિતા પર દુષ્કર્મ કરી ઉતાર્યો વીડિયો