રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ આસમાને જોવામાં આવી રહ્યો છે અને છાશવારે કોઇને કોઇ જગ્યા પરથી લાશો મળી આવે છે. લાશ મળવાનો આ સિલસિલો બુધવારે પણ યથાવત જોવામાં આવ્યો અને રાજ્યનાં મહાનગર અમદાવાદમાં ફરી પાછી એક યુવકની લાશ કારમાંથી મળી આવી છે. ઉલ્લેખનીય છે કો, થોડા દિવસ પહેલા પણ અમદાવાદમાં કારમાંથી યુવકની લાશ મળી આવી હતી.
અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ન્યૂ રાણીપ વિસ્તારમાં એક કારમાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. ન્યૂ રાણીપમાં બનાવેલા બ્રિજના છેડે વર્ના કારમાં એક યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જે બાદમાં યુવકને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ બોપલમાં એક કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આજે ફરી કારમાંથી લાશ મળી આવતા, કાર અને ક્રાઇમની સ્ટોરી યથાવત જોવામાં આવી હતી. પોલીસ દ્વારા તમામ મામલે તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.