ઉડતા અમદાવાદ/ અમદાવાદમાં ફરી લાખોનું ડ્રગ્સ ઝડપાયું, પોલીસે આરોપીની કરી ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વટવા વિસ્તારમાંથી 22 લાખ રૂપિયાથી વધુની કિંમતના એમ.ડી ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી છે.

Ahmedabad Gujarat
Beginners guide to 9 અમદાવાદમાં ફરી લાખોનું ડ્રગ્સ ઝડપાયું, પોલીસે આરોપીની કરી ધરપકડ
  • અમદાવાદમાં ફરી પકડાયો MD ડ્રગ્સ
  • 22 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ
  • જાકિર હુસેન ઉર્ફે જીગો શેખ નામના આરોપીની ધરપકડ
  • ડ્રગ્સ આપનાર અમન અને લાલા પઠાણ નામના આરોપી વોન્ટેડ
  • ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી

Ahmedabad : દેશના યુવાધનને નશાના રવાડે ચઢાવીને કેટલાક અસામાજીક તત્વો તેઓને બરબાદીના પંથે લઇ જવા છેલ્લા કેટલાક સમયથી જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે શહેરના વટવામાં બાગે શાહે આલમ સોસાયટીમાં મકાનમાં દરોડા પાડીને જાકિર હુસેન શેખ ઉર્ફે ઝીંગો શેખ નામના યુવકને ઝડપી પાડ્યો હતો. ઝીંગો શેખ પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરતો હતો.

આપને જણાવી દઈએ કે પોલીસને તેના પાસેથી રોકડ રકમ 12,900 મળી આવી હતી. ઘરમાં તપાસ કરતા ફ્રીજ પાસે રસોડામાં એક થેલીમાંથી એક ઈલેક્ટ્રીક વજન કાંટો અને જીપર બેગ મળી આવી હતી અને પીળા કલરનો પાવડર જેવો માદક પદાર્થ મળી આવ્યો હતો.

આ બાબતે પૂછપરછ કરતા તે એમ.ડી ડ્રગ્સ હોવાની હકીકત સામે આવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા કુલ 229. 700 મિલિગ્રામ જેટલો એમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજીત કિંમત 22 લાખ 97 હજાર થાય છે.

ગુજરાત ડ્રગ્સ માફિયા માટે હોટ ફેવરિટ બન્યું છે કારણકે ગુજરાતના 1600 કિલો મીટરનો લાંબો દિરીયા કિનારો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બન્યું હતું.ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સમાં મોટા પ્રમાણમાં દરિયાઈ માર્ગનો હેરાફેરી માટે ઉપયોગ થયો હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચો:અમદાવાદથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત, સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો:ભાવનગરમાં ઘર પાસે રમતા  પાંચ વર્ષના બાળકનું કરુણ મોત, જાણો કેવી રીતે ગયો માસૂમનો જીવ

આ પણ વાંચો:લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:તાપીમાં મોટા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદની લાગણી