Ahmedabad News: અમદાવાદમાં ક્રાઈમબ્રાંચે 14 લાખની કિંમતનું MD ડ્રગ્સ ઝડપ્યું. ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સ સાથે 3 આરોપીને પણ ઝડપી પાડ્યો. પોલીસને બાતમી મળ્યા મુજબ કાર્યવાહી કરતાં એલિસબ્રિજ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો. આ સાથે નાસવાનો પ્રયાસ કરનાર 3 આરોપી પણ MJ લાયબ્રેરી પાસેથી ઝડપાયા.
ક્રાઈમ બ્રાચને બાતમી મળી હતી કે 143.330 ગ્રામ ડ્રગ્સની હેરાફેરી થવાની છે. પોલીસે બાતમીની વિશ્વસનીયતાના આધારે શહેરમાં શંકાસ્પદ સ્થાનો પર શોધખોળ હાથ ધરી. દરમ્યાન કેટલાક સંભવિત સ્થાનો જ્યાં ડ્રગ્સની હેરાફેરી થવાની હોય તેવા સ્થાનો પર પોતાના માણસોની વોચ ગોઠવી હતી. તેમની આ કામગીરી સફળ થઈ હતી. શહેરમાં MJ લાયબ્રેરી પાસે થતી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખતા આખરે 3 શખ્સને ઝડપી પાડ્યા. આ ત્રણેય શખ્સ પાસેથી 143.330 ગ્રામનું ડ્રગ્સ મળી આવ્યું. જેની કિમંત અંદાજે બજારમાં 14 લાખ માનવામાં આવે છે. પોલીસે ત્રણેય શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓ ડ્રગ્સના પેડલર હોવાનું જણાવ્યું. અને કેટલાક લોકોના હાથ નીચે તેઓ કામ કરી રહ્યા છે તેવી પણ માહિતી આપી. જો કે ડ્રગ્સની હેરાફેરીમાં આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનું હતુ એની પોલીસ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મામલે બબાલ, પોલીસના મારથી મોતનો આરોપ
આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત
આ પણ વાંચો: કાટમાળમાંથી ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનેલા કચ્છને એરપોર્ટ મળી શકે