ગુજરાતમાં ગુનાખોરીએ માજા મુકી હોય તેમ રોજને રોજ અને તે પણ એક પછી એક ઘટના સામે આવતી જ રહે છે. છેલ્લા થોડા સમયમાં તો ગુજરાતમાં ગુનાખોરીની એટલી ઘટનાઓ સામે આવી રહી છે કે ગુજરાત જો ગુનાખોરીમાં આજ રીતે વિકાસ કરશે તે, ગુનાખોરીની રાષ્ટ્રીય રાજધાની બની જશે અને તેને કોઇ આ એચિવમેન્ટમાં રોકી નહી શકે.
જી હા આજની જ એટલે કે શનિવારની જ વાત કરવામાં આવે તો, ગેંગરેપ, સગીરા પર રેપ, મર્ડર, અપહરણ, ઘમકી, ખનીજ ચોરી, બાબાની લીલાઓ, કૌભાંડ, વ્યાજાતંક આવા તમામ પ્રકારનાં ગુનાની ઘટના નોંધાઇ ચૂકી છે. જ્યારે શનિવાર મધ્યાન સુઘીમાં બે હત્યા નોંધવામાં આવી ચૂકી છે ત્યા ફરી એક યુવકની હત્યાની ઘટના સામે આવી રહી છે. જી હા, સુરતના ડભોઇમાં ફરી એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે.
સુરત ડભોલીમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો અને સોસાયટીના બાળકો નો શાળા નો ઝગડો કારણભૂત હોવની માહિતી પ્રપ્ત થઇ રહી છે. યુવતીના પ્રેમ પ્રકરણમાં સમાધાન કરવા ગયેલ યુવક પર બે ઈસમોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. યુવકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું. સંદિપ પીપલીયા અને પરિમલ(પાર્થ) નામક બે ઇસમો દ્વારા યુવક પર છાતીમાં ચપ્પુ ઘુસાડી હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલાખોર મોતનો ખેલ રમી ફરાર પણ થઇ ગયા હતા. જો કે પોલીસ દ્વારા હુમલાખોર હત્યારા સંદીપની અટકાયત કરાઈ છે. જ્યારે પાર્થ ફરાર હોવાનું જણાવાઇ રહ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.