Japan News: જાપાનમાંથી એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાને માત્ર એટલા માટે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી કારણ કે તેણે સોશિયલ મીડિયા પર પુરુષોના શરીરમાંથી આવતી દુર્ગંધ વિશે વાત કરી હતી. રિપોર્ટ અનુસાર આ પોસ્ટ વાયરલ થયા બાદ 29 વર્ષીય યુરી કાવાગુચીને ચારે બાજુથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. યુરી ટોક્યો સ્થિત ટીવી ચેનલમાં ન્યૂઝ એન્કર તરીકે કામ કરતી હતી.
યુરીએ પુરૂષોના પરસેવાની ગંધથી પોતાની હતાશા વ્યક્ત કરી હતી. તેણે 8 ઓગસ્ટે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ઉનાળાની ઋતુમાં કેટલાક પુરુષોના શરીરની વધુ પડતી દુર્ગંધ આવે છે. આ સાથે તેમણે આવા પુરુષોને દિવસમાં એક કરતા વધુ વખત નહાવાની સલાહ પણ આપી હતી. તેણે લખ્યું કે તે પોતાની જાતને ફ્રેશ રાખવા માટે વાઇપ્સ અને ફ્રેગરન્સનો પણ ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, તેને લાગે છે કે ઘણા પુરુષોએ પણ આવું કરવું જોઈએ.
જો કે આ પોસ્ટ વાયરલ થયા બાદ તેની ઘણી ટીકા થઈ હતી અને યુરી પર લિંગના આધારે ભેદભાવ કરવાનો અને બિનજરૂરી રીતે પુરુષોને નિશાન બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ટીકાકારોએ કહ્યું કે આ સમસ્યા માત્ર પુરૂષો સુધી જ સીમિત નથી તેથી તેને કોઈ ખાસ લિંગ સાથે જોડવી યોગ્ય નથી.
એક યુઝરે કમેન્ટ કરી કે, માત્ર પુરૂષોને દોષ આપવો ખોટું છે. વૃદ્ધ મહિલાઓને પણ શરીરની ગંધ આવી શકે છે, હું પણ તેનાથી અસ્વસ્થ છું. વધી રહેલા વિવાદને જોઈને યુરીએ પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી, પરંતુ લોકો જાહેરમાં માફી માંગવા પર મક્કમ હતા. બીજી તરફ મીડિયા કંપનીએ પણ યુરીને નોકરીમાંથી બરતરફ કરી દીધો હતો.
મહિલા એન્કરને માફી માંગવી પડી
આ પછી યુરીએ ટ્વીટ કરીને માફી માંગી હતી. તેણે કહ્યું, મને ખૂબ જ દુ:ખ છે કે મારી બેદરકારીભરી ટિપ્પણીઓથી ઘણા લોકોને દુઃખ થયું છે. હું કોશિશ કરીશ કે કોઈને દુઃખ થાય એવું કંઈ ન બોલું. હું ખરેખર દિલગીર છું.
આ પણ વાંચો:સપનામાં અનૈતિક સંબંધ બાંધવા યોગ્ય છે કે અયોગ્ય???
આ પણ વાંચો:શું તમે છોકરીઓનું દિલ જીતવા માંગો છો? તમે એ ખાસિયત ધરાવો છો………
આ પણ વાંચો:યુગલોએ લગ્ન પહેલા પૂછવા માટેના પ્રશ્નો, લગ્નજીવન થઈ જશે સરળ