બાયડ/ વાહન નીચે કચડાઈ જતાં મગરનું મોત, વન્યપ્રાણી પ્રેમીઓમાં શોકની લાગણી

બાયડ દહેગામ હાઈવે પર આંબલિયારા પાસે રોડ ક્રોસ કરતી વખતે એક મગર ભારે વાહનના ટાયર નીચે કચડાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Top Stories Gujarat Others
મગર બાયડ દહેગામ હાઈવે પર આંબલિયારા પાસે રોડ ક્રોસ કરતી વખતે એક મગર ભારે વાહનના ટાયર નીચે કચડાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો વનરાજી પણ સોળેકળાએ ખીલી છે. આવામાં કેટલાક વન્ય અને પાણીમાં રહેતા જીવ પણ સક્રિય બન્યા છે. અને બહાર આવી રહ્યા છે. ખાસ કરીને મગર આ વરસાદમાં રહેણાક વિસ્તાર કે રોડ ઉપર જોવા મળ્યા છે. ક્યાક તેનું રેસક્યું પણ કરવામાં આવી રહ્યું છે તો ક્યાક રોડ ઉપર ચાલતા વાહનોની ટક્કરે મોત ને ભેટ્યા છે.

બાયડ પંથકમાં છેલ્લા બે દિવસમાં આવી બે ઘટનાઓ બની છે, જેના વિશે જાણીને વન્યપ્રાણી પ્રેમીઓ ભારે દુઃખી છે. બાયડ દહેગામ હાઈવે પર આંબલિયારા પાસે રોડ ક્રોસ કરતી વખતે એક મગર ભારે વાહનના ટાયર નીચે કચડાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.

નોંધનીય છે કે આપણે માણસોએ આપણા સ્વાર્થની પૂર્તિ માટે પ્રકૃતિનો હમેશા  નાશ કર્તા આવ્યા છીએ. આપણાં જંગલો કાપવાને કારણે વન્યજીવો માટે કોઈ જગ્યા બચી નથી. આવી સ્થિતિમાં ખોરાક અને પાણીની શોધમાં વન્યજીવો માનવ વસાહતો તરફ જવાના બનાવો વધી રહ્યા છે. બાયડ તાલુકામાં બનેલી આ ઘટના બાદ ગઈકાલે દુધ મંડળના ઘર પાસે એક દુર્લભ વન્ય પ્રાણી મૃત હાલતમાં મળી આવતા લોકોના ટોળા જીતપુર ગામમાં ઉમટી પડ્યા હતા. વનવિભાગે વૃદ્ધ મગરના મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાના પ્રત્યક્ષદર્શી એવા આંબલિયારાના રહેવાસીએ સવારે લગભગ આઠ વાગ્યે તેમણે હાઈવે પર એક મગરનું માથું છૂંદાયેલી હાલતમાં જોયુ હતું.  મોટા વાહનની ટક્કરથી મગરનું મોત થયું હોવાની આશંકા છે. આંબલિયારામાંથી માઝુમ નદી પસાર થાય છે. અને પ્રાથમિક અનુમાન સાથે નદી પાર આવેલા મગરનું રોડ ક્રોસ કરતી વખતે મૃત્યુ થયું હોવાનું અનુમાન છે. સમગ્ર ઘટનાની દુઃખદ વાત એ હતી કે વહેલી સવારે કચડાઈ ગયા બાદ બપોર સુધી મગરનો મૃતદેહ રોડ પર પડ્યો હતો. અંતે સ્થાનિક લોકોએ બાયડ તાલુકા વન વિભાગને જાણ કરી મગરના મૃતદેહને બહાર કાઢવા માટે એક ટીમ સ્થળ પર મોકલી હતી.

તો વડોદરા શહેમા પણ મગર શહેરની લટારે નીકળતા નજરે પડ્યા હતા.  કમાટીબાગમાં રાત્રિએ મગરોની લટાર જોવા મળી હતી. ટોય ટ્રેનના પાટા પરથી મગરનું રેસ્ક્યુ કરાયું છે.  3 ફૂટના બેબી મગરનું રાત્રિએ રેસ્ક્યુ કરવામાં આવ્યુ.

રાજકીય/ ગુજરાત યુથ કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર વડાપ્રધાનના વખાણ, પછી….