#frauds/ તહેવારની રજાનો લાભ લઈ Make My Trip ના નામે કરોડોની છેતરપિંડી કરવામાં આવી

ગુજરાતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું. ટેલિગ્રામનો ઉપયોગ કરી Make My Trip ના નામે કરોડોની છેતરપિંડી કરવામાં આવી.

Gujarat
YouTube Thumbnail 82 તહેવારની રજાનો લાભ લઈ Make My Trip ના નામે કરોડોની છેતરપિંડી કરવામાં આવી

ગુજરાતમાં દિવાળી તહેવાર ટાણે જ લૂંટ અને છેતરપિંડીના બનાવોમાં વધારો થયો છે. મેક માય ટ્રીપ નામે લોકો સાથે કરોડોની છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું. તહેવારની રજાના પગલે ફરવા જવાના નામે મેક માય ટ્રીપના નામે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના 20 લોકો સાથે 2.5 કરોડની છેતરપિંડી થઈ. ટેલિગ્રામ પ્લેટફોર્મનો ઉપયોગ કરી સાયબર ગુનેગારો દ્વારા લૂંટની જાળ રચવામાં આવી. જો તમને પણ ટેલિગ્રામ દ્વારા કોઈ કંપની પૈસા કમાવવાની લાલચ આપતી હોય તો સાવધ રહેજો. આ એક ફ્રોડ છે. કથિત સાયબર ગુનેગારો મોટી કંપનીઓના નામે ટેલિગ્રામનો ઉપયોગ કરી ફ્રોડ કરી રહ્યા છે.

સાયબર ગુનેગારો લોકોને આકર્ષવા ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર નિયમિત જાહેરાત આપે છે. આ જાહેરાતમાં તેઓ કંપનીનું નકલી નામ અને કોલ સેન્ટરના નંબર આપે છે.  નંબર આપવાના કારણે લોકોની તેમના પર વિશ્વસનીયતા વધે છે. જેના બાદ યુઝર તેમનો સંપર્ક કરે છે. જ્યારે યુઝર તેમનો સંપર્ક કરે ત્યારે કથિત રીતે રચેલ લૂંટ જાળમાં પોતાની વેબસાઈટ પરની કોઈપણ હોટેલને રેટિંગ આપવા કહે છે. અને આમ કરવા પર તેને 500 થી 1500 રૂપિયાની લલચામણી લાલચ આપવામાં આવે છે.

મેક માય ટ્રીપ કંપનીના નામે લોકોને વિશ્વાસમા લઈ નકલી સભ્યો પણ બનાવે છે અને રિવ્યુ અને રેટિંગના બદલામાં પૈસા પણ આપે છે. ટૂંક સમયમાં આ બધી વસ્તુઓનું આદાનપ્રદાન યુઝર્સના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. અને આ બાદ જ તેમની ખરી રમત શરૂ થાય છે. જે લોકો મેમ્બર બન્યા બાદ રિવ્યુ આપે છે તે યુઝરને ડાયમંડ મેમ્બર બનાવી ઉંચા વળતરની લાલચ આપી કંપનીમાં વધુ નાણાંનું રોકાણ કરવા કહે છે. અને યુઝર ડાયમંડ મેમ્બર બન્યા નાણાંનું રોકાણ કરે ત્યાર બાદ આ લોકો ગાયબ થઈ જાય છે.

ગુજરાતની એક વ્યક્તિ આ ફ્રોડનો શિકાર બનતા ટેલિગ્રામનો ઉપયોગ કરી મેક માય ટ્રીપના નામે થતી છેતરપિંડી સામે આવી. પીડિતે અમદાવાદ ક્રાઈમ પોલીસને ફરિયાદ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગુજરાત ઉપરાંત દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના લોકો પણ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા છે. પીડિતની ફરિયાદ બાદ પગલા લેતા અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના રહેવાસી વિધિ કાનાબાર અને સુરતના રહેવાસી નિકુંજ ઉર્ફે દિવ્યેશની ધરપકડ કરી હતી. વિધિએ સક્ષમ ટ્રેડિંગના ખાતામાં 2.46 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.આરોપીઓની પૂછપરછ કરતા અન્ય 4 વ્યક્તિઓ પણ આમાં સામેલ હોવાનું જણાવ્યું. આ ચાર લોકો ફરાર થતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

દિવાળી તહેવાર નિમિત્તે લોકો ખરીદી કરી રહ્યા હોય ત્યારે ચોરો લૂંટને અંજામ આપે છે. તો તહેવારની રજામાં લોકો ફરવા જવાનો પ્લાન બનાવે છે. મોટાભાગે લોકો ટ્રાવેલ્સ ટૂરનો સંપર્ક કરે છે. રજામાં સારા ડેસ્ટીનેશન પર પ્રવાસનો આનંદ માણી શકે માટે મેક માય ટ્રીપ જેવી એપનો ઉપયોગ કરી બુકિંગ કરાવતા હોય છે. પરંતુ કેટલીક વખત સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ વધુ નુકસાનદાયક બને છે.