Not Set/ કાગડાએ કર્યું રેમ્પ વોક, ભલભલી મોડેલને છોડી પાછળ

શું તમે ક્યારેય કાગડાને કેટવોક અથવા રેમ્પવોક કરતા જોયો છે?

Trending
Untitled 78 કાગડાએ કર્યું રેમ્પ વોક, ભલભલી મોડેલને છોડી પાછળ

શું તમે ક્યારેય કાગડાને કેટવોક અથવા રેમ્પવોક કરતા જોયો છે? તો હવે જુઓ. કારણ કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં એક કાગડો ખૂબ સ્ટાઇલિશ રીતે કેટવોક કરતો નજરે આવી રહ્યો છે.

પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા મનુષ્યનું મનોરંજન સામાન્ય બાબત છે. અગાઉના સમયમાં પણ મદારી લોકો સાપ અને માંકડા અને ઘુવડ  દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા. સમય જતા આવા પ્રાણીઓ પાળવા ઉપર પ્રતિબંધ લાગ્યો અને આ કળા વિસરાઈ ગઈ. પરંતુ આજે પણ કેટલાક પ્રાણી કે પક્ષી પોતાની આગવી અદાઓ દ્વારા લોકોનું મનોરંજન કરતા હોય છે અને  ઘણા આવા વિડીયો સોશિયલ મીડિયામાં પણ ઘણી વાર વાયરલ થતા હોય છે.

આવો જ એક કાગડા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. જેમાં એક કાગડો અચ્છી અચ્છી મોડેલ પણ તેની સામે પાણી ભરે તે રીતે રેમ્પ વોક કરતો નજરે આવી રહ્યો છે. તમે વિચારતા જ હશો કે કાગડો કેટવોક કેવી રીતે કરી શકે ?

હાલમાં આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાં એક કાગડો ખૂબ જ સ્ટાઇલિશ રીતે કેટ વોક કરીને ધૂમ મચાવતો દેખાઈ રહ્યો છે.

 

આ વીડિયો આઈએફએસ અધિકારી સુસંત નંદાએ શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે કાગડો એક આકર્ષક લટકતી મટકતી ચાલે ચાલી રહ્યો છે. આ જોઈને એવું લાગે છે કે જાણે કોઈ મોડેલ  સ્ટાઇલિશ રીતે ચાલી રહી હોય. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરે છે.

લોકો આ વીડિયોને ઇન્ટરનેટ પર એટલી એન્જોય કરી રહ્યાં છે કે લોકો તેને ફરીવાર જોઇ રહ્યા છે. આ વિડિઓ અત્યાર સુધીમાં 60 હજારથી વધુ વખત જોવામાં આવી છે. આ સાથે લોકો તેના પર મજેદાર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એક વપરાશકર્તાએ લખ્યું – કાગડો હંસની ચાલ ચાલવા જઈ રહ્યો છે. બીજા  એક યુઝરે લખ્યું છે કે, “આ કાગડાની જેમ, કોઈ પણ મોડેલમાં કેટવોક પર નહિ ચાલી શકે “