ભારતમાં કોરોના વાયરસ ચેપ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ચેપની ગતિને કારણે વસ્તુઓ દિવસેને દિવસે વધુ ખરાબ થતી જાય છે. ભારત રોગચાળાના અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ક્ષણમાંથી પસાર થઈ રહ્યું છે. અહીં દરરોજ કોવિડ -19 કેસોમાં રેકોર્ડ તેજી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારતમાં જીવલેણ વાયરસના કારણે હજારો લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં કોરોના 3 લાખથી વધુ નવા દર્દીઓ સતત મળી રહ્યા છે. કેન્દ્રની રાજ્ય સરકારો બગડતી સ્થિતિને લઇને ચિંતિત છે.
જ્યાં મહામારી વધી રહી છે ત્યાં ઓક્સિજન ની અછત હોય કે પછી રેમડેસીવર ઈન્જેકશન ખૂટી ગયા હોય એવી બધી પરિસ્થિતિ નો હાલ સામનો કરવો પડી રહ્યો છે.ત્યાં મહારાષ્ટ્ર ના સૌથી મોટા રસીકરણકેન્દ્ર પણ રસી પુરી થઈ ગઈ તેવું સામે આવ્યું છે. જ્યાં લોકો રસી લેવા માટે લોકો ની ભીડ જોવા મળી રહે છે.
મહારાષ્ટ્રના સૌથી મોટા રસીકરણ કેન્દ્ર બીકેસીમાં કોરોના રસી સમાપ્ત થઈ છે. પરંતુ લોકો સતત રસીકરણ કેન્દ્રની બહાર એકઠા થઈ રહ્યા છે, વધતા કેસો સાથે લોકો રસી ઉપર નિર્ભર થયા છે. ત્યાં આવા દ્રષ્યો આવી રહ્યા છે.
કોરોના/ ઓક્સીજન બાદ હવે મહારાષ્ટ્ર માં રસી પણ ખૂટી સૌથી મોટા રસીકરણ કેન્દ્ર બહાર જોવા મળી ભીડ
ભારતમાં કોરોના વાયરસ ચેપ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ચેપની ગતિને કારણે વસ્તુઓ દિવસેને દિવસે વધુ ખરાબ થતી જાય છે. ભારત રોગચાળાના અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ક્ષણમાંથી પસાર થઈ રહ્યું છે. અહીં દરરોજ કોવિડ -19 કેસોમાં રેકોર્ડ તેજી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારતમાં જીવલેણ વાયરસના કારણે હજારો લોકોનાં મોત નીપજ્યાં છે. […]