Kedarnath News: કેદારનાથ અને ગૌચર વચ્ચે ભીમ્બલી નજીક હેલિકોપ્ટર પડ્યું. મળતી માહિતી મુજબ, કેદારનાથ ધામમાં કિસ્ટ્રલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. તેથી MI-17ને હેલિકોપ્ટર દ્વારા ઉપાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન વાયર તૂટવાને કારણે કિસ્ટ્રલ હેલિકોપ્ટર નીચે પડી ગયું હતું.
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં લેન્ડિંગ દરમિયાન ક્રિસ્ટલ હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બાદમાં, રિકવરી ઓપરેશન દરમિયાન તેને Mi-17 હેલિકોપ્ટર દ્વારા ઉપાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ક્રિસ્ટલ હેલિકોપ્ટર સાથે જોડાયેલો વાયર તૂટી ગયો હતો અને હેલિકોપ્ટર પહાડો વચ્ચે પડ્યું હતું.
The KESTRAL Aircraft which was being taken underslung from #KedarNath to #Gauchar has been released midway on the river near Bhimballi#helicopter #India #BreakingNews #safefly #chardham pic.twitter.com/zDooyF7dY0
— Safe Fly Aviation (@AirCharterIndia) August 31, 2024
જો કે, હેલિકોપ્ટર રહેણાંક વિસ્તારમાં લેન્ડ થયું ન હતું, નહીં તો મોટી દુર્ઘટના થઈ શકે છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, એસડીઆરએફના જવાનોએ સ્થળ પર હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કાઢ્યો હતો.
ગત શનિવારે પુણેના પૌડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર મુંબઈથી વિજયવાડા જઈ રહ્યું હતું. જેમાં એક પાઈલટ અને ત્રણ મુસાફરો હતા. આ અકસ્માતમાં પાયલોટ ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાકીના ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી.
પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે જણાવ્યું કે આ હેલિકોપ્ટર મુંબઈની ગ્લોબલ વેક્ટ્રા હેલિકોપ્ટર કંપનીનું છે. ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની આશંકા છે. દુર્ઘટના પાછળ ભારે વરસાદ પણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં વરસાદે વધારે મુશ્કેલીઓ, 21નાં થયા મોત; કેદારનાથમાં ભેખડ ધસી જવાની આશંકા