Patan News : પાટણમાં ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઢ઼પાતા પોલીસે તપાસ હાથ ધરી છે. સરસ્વતીના બોપાદર ગામમાં ગાંજાના 25 છોડ મળી આવ્યા છે. આ ગાંજાની કિંમત રૂ,1,25,000 જેટલી થવા જાય છે. SOGની ટીમને આ અંગે માહિતી મળી હતી. જેને આધારે એસઓજીના અધિકારીઓે તપાસ હાથ ધરીને ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. તપાસમાં બાજરીના વાવેતર વચ્ચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
એસઓજીના અધિકારીઓે ગાંજાના છોડ કબજે કર્યા હતા. બાદમાં વધુ તપાસ માટે ગાંજાના છોડ FSLમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. જેને આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરામાં ધો.12 સાયન્સની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, વિધર્મી ગરબા રમવા અને ફોટા માટે ટોર્ચર કરતો હતો
આ પણ વાંચો: વડોદરામાં સગીરા પર દુષ્કર્મ, વિધર્મીએ 12 સાયન્સની વિદ્યાર્થીનીને ગરબા રમવા કર્યું દબાણ
આ પણ વાંચો: વડોદરા ગેગરેપ કેસમાં પિડીતાના વિશ્વામિત્રી નદીમાં ફેંકી દેવાયેલા ફોનની શોધ ચાલ