Dahod News/ દાહોદના દેવગઢ બરિયામાંથી ગાંજાની ખેતી ઝડપાઈ

દેવગઢ બારીયાના સીંગોર ગામેથી ગાંજાની ખેતી ઝડપાઈ

Top Stories Gujarat
Beginners guide to 2024 12 05T132524.592 દાહોદના દેવગઢ બરિયામાંથી ગાંજાની ખેતી ઝડપાઈ

Dahod News : દાહોદના દેવગઢ બારિયામાંથી ગાંજાની ખેતી ઝડપાતા તંત્ર દોડતું થયું છે. આ બનાવની વિગત મુજબ દેવગઢ બારીયાના સીંગોર ગામેથી ગાંજાની ખેતી ઝડપાઈ હતી. આ અંગે દાહોદ SOG પોલીસને માહિતી મળી હતી. આ માહિતીને આધારે ઠુંડા ફળીયામાં ગાંજાની ખેતી ઝડપી હતી. તપાસ કરતા પોલીસને ગાંજાના વાવેતર કરેલા 216 છોડ મળી આવ્યા હતા.

પોલીસે વાવેતર કરેલા 216 ગાંજાના છોડ કબજે કર્યા હતા. જેનું વજન ૧૩૫.૧૫૦ કિલો હોવાનું પોલીસે જણાવ્યું હતું. જેની કિંમત રૂા.૧૩.૫૧,૫૦૦/-થવા જાય છે. આરોપી મનહરભાઈ દલપતભાઈ બારીયા ઉંમર 48 વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કેટલા સમયથી ગાંજાની ખેતી કરતો હતો ઉપરાંત તેણે ગાંજો ક્યાં વેચ્યો તે અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાજપમાં મોટા વિવાદના એંધાણ, અમરેલી નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકાઈ

આ પણ વાંચો: અમરેલીમા અસલી પોલીસની વરદીમા નકલી પોલીસ અધિકારી ઝડપાયો

આ પણ વાંચો: અમરેલીમાં એક સાધુએ અન્ય સાધુને ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ