Not Set/ CWG 2018 : શૂટર તેજસ્વિની સાવંતે સિલ્વરમેડલ પર ટાંક્યું નિશાન

ગોલ્ડ કોસ્ટ, કોમનવેલ્થ ગેમ્સમાં મંગળવારે ભારતના ખાતામાં ટોટલ 12 મેડલનો વધારો નોધાયો છે. જયારે 5 સ્લિવર મેડલ કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતના ખાતામાં નોંધાયા છે. કોમનવેલ્થ ગેમ્સના 8માં દિવસે શૂટર તેજસ્વિની સાવંતે દિવસની શરૂઆતમાં જ એક મેડલ મેળવી લીધો છે. તેજસ્વિની સાવંતે મહિલાઓની 50મીટર રાઈફલ પ્રોન સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. સિંગાપુરની માર્ટિના લિંડસે  621.0 અંક […]

Top Stories
tejaswini CWG 2018 : શૂટર તેજસ્વિની સાવંતે સિલ્વરમેડલ પર ટાંક્યું નિશાન

ગોલ્ડ કોસ્ટ,

કોમનવેલ્થ ગેમ્સમાં મંગળવારે ભારતના ખાતામાં ટોટલ 12 મેડલનો વધારો નોધાયો છે. જયારે 5 સ્લિવર મેડલ કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતના ખાતામાં નોંધાયા છે. કોમનવેલ્થ ગેમ્સના 8માં દિવસે શૂટર તેજસ્વિની સાવંતે દિવસની શરૂઆતમાં જ એક મેડલ મેળવી લીધો છે. તેજસ્વિની સાવંતે મહિલાઓની 50મીટર રાઈફલ પ્રોન સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

સિંગાપુરની માર્ટિના લિંડસે  621.0 અંક પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જયારે તેજસ્વિની સાવંતે 618.9 અંક સાથે બીજા સ્થાને પર રહી હતી. સ્કોટલૅન્ડની સિઓનેડ 618.1 અંક સાથે બ્રોન્ઝમેડલ જીત્યો હતો. આ સ્પર્ધામાં ભારતીય અંજુમ મૌદગિલ 602.2 અંક સાથે 16માં સ્થાને રહી હતી.

તેજસ્વિની સાવંતના પદક સાથે શૂટિંગમાં ભારતના ખાતામાં મેડલોની સંખ્યા 12 થઈ ગઈ છે. જેમાં ગોલ્ડ મેડલ 4,સિલ્વર અને બ્રોન્ઝમેડલ 5 પણ સામેલ છે. જયારે વેઇટલિફટીંગમાં 5 ગોલ્ડ મેડલ સાથે 9 મેડલ મેળવ્યા છે.ગુરુવારે 4માં ત્રણ phelva, સુશીલકુમાર, રાહુલ અવારે અને બબીતા કુમારીએ ફાઈનલમાં જગ્યા બનાવીને સિલ્વરમેડલ તો પોતાના નામે પાક્કો કરી દીધો છે.

શૂટર શ્રેયસી સિંહે બુધવારના દિવસે પહેલો અને ભારત માટે 12મો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મુકાબલો ખુબ જ રોમાંચક રહ્યો હતો કોમનવેલ્થ ગેમ્સમાં શૂટર ઓમ મિથારવલે 50 મીટર પિસ્ટલમાં ભારતને બ્રોન્ઝમેડલ અપાવ્યો હતો તેમનો ફાઈનલ 53નો સ્કોર હતો. આ ઇવેન્ટમાં સ્કોટલૅન્ડના ડેવિડ મૈકમૈથને ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેમને 74 અંક પ્રાપ્ત કર્યા હતાં. જે કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ છે.