Not Set/ ઇન્ટાગ્રામ પર ફેક પ્રોફાઇલ બનાવીને મેસેજ કરતા બે શખ્સોની સાયબર ક્રાઇમે કરી ધરપકડ

અમદાવાદ, અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્ટાગ્રામ પર બનાવટી પ્રોફાઇલ બનાવીને બદનામ કરવાના હેતુથી મેસેજ કરનારા બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સાયબર ક્રાઇમે ભાવનગરના મહુવાથી આરોપી અસલમ હદરમી અને બાપુનગરથી આરોપી હર્ષ જુલાસણાની ધરપકડ કરી છે. આરોપી અસલમ હદરમી છુટક મજુરીકામ કરી રહ્યો છે અને તેને ફરિયાદી યુવતી સાથે એક તરફી પ્રેમ હતો. જો કે ફરિયાદી […]

Ahmedabad Gujarat Trending
mantavya 384 ઇન્ટાગ્રામ પર ફેક પ્રોફાઇલ બનાવીને મેસેજ કરતા બે શખ્સોની સાયબર ક્રાઇમે કરી ધરપકડ

અમદાવાદ,

અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્ટાગ્રામ પર બનાવટી પ્રોફાઇલ બનાવીને બદનામ કરવાના હેતુથી મેસેજ કરનારા બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સાયબર ક્રાઇમે ભાવનગરના મહુવાથી આરોપી અસલમ હદરમી અને બાપુનગરથી આરોપી હર્ષ જુલાસણાની ધરપકડ કરી છે.

mantavya 385 ઇન્ટાગ્રામ પર ફેક પ્રોફાઇલ બનાવીને મેસેજ કરતા બે શખ્સોની સાયબર ક્રાઇમે કરી ધરપકડ

આરોપી અસલમ હદરમી છુટક મજુરીકામ કરી રહ્યો છે અને તેને ફરિયાદી યુવતી સાથે એક તરફી પ્રેમ હતો. જો કે ફરિયાદી યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઇ જતાં તેણે ઇન્સ્ટાગ્રામ પર 3 જેટલા બનાવટી આઇડી બનાવ્યાં હતાં.

mantavya 386 ઇન્ટાગ્રામ પર ફેક પ્રોફાઇલ બનાવીને મેસેજ કરતા બે શખ્સોની સાયબર ક્રાઇમે કરી ધરપકડ

ફરિયાદીની સગાઇ તોડી નંખાવવા માટે તે અલગ અલગ આઇડી પરથી ફરિયાદીને બદનામ કરવાના હેતુથી મેસેજ પોસ્ટ કરતો હતો. જ્યારે અન્ય એક કિસ્સામાં પણ આરોપીએ એક તરફી પ્રેમમાં ફરિયાદીને બદનામ કરવાના હેતુથી બનાવટી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હતું. આઇડી પરથી તેના મિત્રો અને સગા સંબંધીઓને બીભત્સ મેસેજ કરતો હતો. પોલીસે આ સમગ્ર મામલામાં બંન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.