સમગ્ર વિશ્વમાં આજે કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. આ મહામારીથી લોકો તૌબા પુકારી ચુક્યા છે. ત્યારે કોરોના મહામારીનાં કારણે આ વર્ષમાં લોકોનાં કામ કરવાની રીતમાં ઘણા ફેરફરો થયા છે અને તેનો ફાયદો સાઇબર ક્રિમિનલ્સ અને હેકર્સે ખૂબ ઉઠાવ્યો છે.
દર વર્ષની તુલનામાં 2020 માં સાયબર ક્રાઇમનાં કેસોમાં ખૂબ વધારો થયો છે. દિલ્હી પોલીસે સાયબર ક્રાઈમ સંબંધિત ડેટા પણ શેર કર્યા છે. ભારતમાં નોંધાયેલા 60 ટકાથી વધુ સાયબર ક્રાઇમ કેસોમાં બેંક ખાતાઓ અને પૈસાનાં વ્યવહાર સાથે સંકળાયેલા ફ્રોંડ છે. સાયબર ક્રાઈમથી સંબંધિત કુલ કેસોમાં બેન્કિંગ અને પૈસા સંબંધિત છેતરપિંડી લગભગ 62 ટકા છે. આ ટ્રેન્ડ બતાવે છે કે 2020 માં ઉભી થયેલી પરિસ્થિતિને સાયબર ગુનેગારોએ એક તક તરીકે દેખી હતી. ભારતમાં ભીમ યુપીઆઈ અને પેટીએમ જેવી પેમેન્ટ એપ્સ વિશે લોકો ઓછા જાગૃત છે, જે સાયબર ગુનેગારોને ફાયદો કરે છે. બેન્કિંગ છેતરપિંડીની શરૂઆત યૂઝર્સને આકર્ષિત કરવા અને તેમના ખાતાથી સંબંધિત માહિતી ચોરી દ્વારા થાય છે.
આ વર્ષે ફોટા અને વીડિયો એડિટ કરીને લોકોને બ્લેકમેઇલ કરવાના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ લોકોને વાંધાજનક ફોટો અને વીડિયોમાં મૂકવા માટે કરવામાં આવે છે. સાયબર ક્રાઇમ વધવાનો ટ્રેન્ડ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જોવા મળ્યો છે અને હુમલાખોરો નવી રીત અજમાવી રહ્યા છે. ફિશિંગ સ્કેમ્સનાં ઘણા કિસ્સા પણ વિશ્વભરમાં નોંધાયા છે અને લાખો ઇન્ટરનેટ યૂઝર્સ તેનો ભોગ બન્યા છે. દર વર્ષની તુલનામાં 2020 માં સાયબર ક્રાઇમ વધવાનું કારણ કોરોના વાયરસ મહામારી છે. લગભગ દરેક મોટા દેશમાં લોકડાઉન અને રોગચાળા દરમિયાન લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાનું શરૂ કર્યું. હેકર્સ પાસે એવા લોકોને લક્ષ્ય બનાવવાની વધુ તકો હતી જેઓ પ્રથમ વખત ઘરેથી કામ કરતા હતા અથવા જેઓ નવા ઇન્ટરનેટ યૂઝર્સ બન્યા હતા. 2020 માં ઇન્ટરનેટથી કનેક્ટ થયેલ તમામ ઉંમરનાં યૂઝર્સ અને સાયબર ક્રિમિનલ્સને તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…