પ્રતિકાત્મક તસવીર
ગુજરાતમાં કોલ સેન્ટરના નામે ચિટિંગનો ધંધો પૂરબહારમાં ખીલ્યો છે. ગુજરાતમાં બેઠા બેઠા અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરીને ડોલર પડાવવાના કારનામા અવારનવાર થતા રહે છે. પોલીસે આવા નકલી કોલ સેન્ટર પર તવાઇ બોલાવી છે. અમદાવાદમાં આવું જ એક કોલ સેન્ટર ઝડપાયું છે.
અમદાવાદ સાયબર ક્રાઇમે આનંદનગર વિસ્તારમાં આવેલા પ્રેરણા આગમ વિસ્તારમાંથી આ કોલ સેન્ટર ઝડપ્યું છે. આ કોલ સેન્ટરમાં અમેરિકન નાગરિકો સાથે લોન અપાવવાના બહાને છેતરપિંડી આચરવામાં આવતી હતી. પોલીસે કોલ સેન્ટર ચલાવતા તિલક જોષી નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી 8 મોબાઈલ, 4 લેપટોપ, 6 કાર્ડ સ્વાઈપ મશિન જપ્ત કર્યા છે. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.