અરબી સમુદ્રમાં ઉદભવેલા સમુૂદ્રી ચક્રાવાત “વાયુ” ગુજરાતાનાં દરિયા કિનારાથી આશરે 350 Km દુર છે અને ઉત્તર-પૂર્વ તરફ કલાલનાં 13થી 15 Km ની ઝડપે આગળ વધી રહ્યું છે. “વાયુ” વાવાઝોડું ગુજરાતમાં સૌરાષ્ટ્રનાં દરિયા કિનારા પર દિવથી વેરાવળ વચ્ચે લેન્ડ ફોલ કરવાની પૂરી શક્યતા હાલ જોવમાં આવી રહી છે.
વાયુની હાલની આગળ વધવાની ઝડપ જોતા તારીખ 13નાં રાજ વહેલી સવરે જમીન દોસ્ત થવાની સંભાવના છે. ત્યારે વાયુ હાલમાં સિવીયર સાયક્લેનમાંથી વધુ સિવીયર સાયક્લોનમાં પરિવર્તીત થઇ ગયું છે. આપને જણાવી દઇએ કે હવામના વિભાગ દ્રારા પૂર્વે વાયુ લેન્ડ ફોલ થાય ત્યારે 135Kmની ઝડપ હશે, તેવો અંદાજ આંંકવામાં આવ્યો હતો. તો હાલ ચક્રાવાત વાયુની ડેન્સીટીમાં વધારો માપવામાં આવી રહ્યો છે અને હવામાન ખાતાનાં અંદાજ મુજબ વાયુની ટકરાવ સમયે ઝડપ 140-150 વચ્ચે રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્રારા આ ઝડપ વધવાની પુરી શક્યતા જોવામા આવી રહી છે. અને વાયુનો ટ્રેક એક્સેસ કરતા સૌરાષ્ટનાં દરિયા કિનારે ટકરાવ સમયે ઝડપ 160થી 165 Km રહેશે તેવો આંદાઝ લગાવવામા આવી રહ્યો છે.
સમુદ્રી ચક્રવાત વાયુ સામે ટકકર લેવા ગુજરાત સરકાર અને પૂરુ તંત્ર સજ્જ છે. NDRFની 36 જેટલી ટીમે અને રાજ્ય સરકારની રાહત અને બચાવ ટીમો સમગ્ર રાજ્યમાં સંભવીત અસરગ્રસ્ત જીલ્લામાં ખડે પગે અને તૈયાર છે. ગુજરાતમાં દરિયાઇ આપતી સામે જજુમવા કોસ્ટગાર્ડ પણ પૂર્ણ રીતે સજ્જ છે. તો સરકારી મશિનરી દ્રારા 3.50 લાખ કરતા પણ વધુ લોકોનું સુરક્ષીત જગ્યા પર સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે. માછીમારોની બોટા અને નાના બાર્જસ તેમજ નાના જહાજોને સુરક્ષીત રીતે એન્કરેજમાં પાર્ક કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ દરિયાકાંઠાનાં જીલ્લામાં જીલ્લાતંત્ર દ્રારા ખાસ મોનીટરીંગ સીસ્ટમ સ્થાપી રાહત અને બચાવ કાર્ય માટે તંત્રને સજ્જ કરવામા આવ્યું છે. તો સરકાર દ્રારા વાવઝોડામાં શું શું ધ્યાન રાખવાથી જાનહાની ટાળી શકાય તો પણ પ્રશિક્ષણ આપવામા આવ્યું છે. સરકાર વાવાઝોડા સામે “ઝીરો કેઝ્યુઆલીટી”નાં મંત્ર સાથે મેદાનમાં છે. અને પોતાનો મંત્ર સિધ્ધ કરવા કટીબધ્ધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.