@પરેશ પરમાર, અમરેલી
વડિયા થી ખાખરીયા સુધીના બ્રોડગેઇઝ રેલ્વે કામના કોન્ટ્રાકટરના વાહનોના અવર જવર ને લીધે ખેડૂતોને પાક નુકશાન થયું છે. જેન વળતર બાબતે ખેડૂતોએ ચીમકી સાથે આવેદન સુપ્રત કર્યું છે.
જેતલસર – ઢસા બ્રોડગેઈઝ રેલ્વે લાઈન નું કામ ચાલી રહ્યું છે. જે અંતર્ગત વડીયા થી ખાખરીયા રેલ્વે સ્ટેશન સુધી રેલ્વે લાઈનનું માટી નું કામ ચાલુ છે. આ કોન્ટ્રાકટરોના વાહનો તેમજ બેફામ ટ્રકો રાત – દિવસ દોડી રહ્યાં છે. જેથી ટ્રકો ( ડમ્પરો )માંથી ઉડતી માટી તેમ જ રેલ્વેમાં થતા કામોમાંથી ઉડતી માટી ખેડૂતોના શિયાળુ પાકોને ભારે નુકશાન પહોચાડી રહયા છે. ખાખરીયા થી મોરવાડના રસ્તે આવતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકો ઉપર આ સફેદ માટીની ડમરીઓથી ખેડુતોના પાકો ઉપર થર જામી જાય છે .
આ ઉડતી માટીથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થઇ રહ્યું છે, અને ગત વર્ષે પણ આ ઉડતી માટીની ડમરીઓથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાનીઓ સહન કરવી પડી છે આ મુદ્દા પર સરકારને વિનંતી સાથે આ નુકશાનનું યોગ્ય વળતર ચુકવવાની માગ સાથે વડિયા મામલતદારને આવેદન પાઠવ્યું હતું.
તેમજ ખેડૂતોના તૈયાર પાકોની પરવાહ કર્યા વગર મનમાની ચલાવતા આ કોન્ટ્રાકટરો પર લગામ લાદવામાં આવે તેવી ખેડૂતોની માંગ પણ ઉઠી છે તેમજ ખેડૂતોને યોગ્ય ન્યાય કે પાકોનું વળતર ચુકવવામાં નહિ આવે તો ખેડુતોને આ કામ તેમજ ટ્રકો રોકીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે જેની જવાબદારી સરકારની રહેશે આખરમાં ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી..
Vadodara / બ્રેઈન ડેડ બાળકી સાત વ્યક્તિઓમાં જીવશે જિંદગી, આટલા અંગો કર્…
Gandhinagar / સહકારી બેન્કોને નાના માણસોને ધિરાણ આપવા માટે આગળ આવવા CM વિજ…
Crime / જમીન વિવાદમાં ઘુમા કબીર આશ્રમના મહંત અપહરણ કેસમાં આટલા આરોપી…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…