દેશમાં કોરોના હવે સંપૂર્ણપણે કાબૂમાં છે. કાબૂમાં હોવાને લીધે જ ઘણીબધી છૂટછાટો પણ આપી દેવાઈ છે. જો કે ICMRના ખુલાસા મુજબ દેશમાં વધુ બે ડેન્જરસ વેરિએન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે.
- યુકે બાદ હવે આફ્રિકન વેરિએન્ટની એન્ટ્રી
- બ્રાઝિલિયન વેરિએન્ટનો કેસ પણ મળ્યો
- ICMRની સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર
છેલ્લાં કેટલાંક સપ્તાહના આંકડા જોઈએ તો દેશમાં કોરોના હવે વિદાય લેવાની તૈયારીમાં છે. જો કે આપણે સહુએ કોરોનાથી સાવ નિશ્ચિંત થઈ જવાની જરૂર નથી. કેમ કે યુકે વેરિએન્ટ બાદ હવે કોરોનાનો સાઉથ આફ્રિકી વેરિએન્ટ અને બ્રાઝિલિયન વેરિએન્ટ પણ દેશમાં એન્ટર થઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં દેશમાં યુકે વેરિએન્ટના 187 કેસ, આફ્રિકન વેરિએન્ટના 4 કેસ મળ્યાં છે. જ્યારે બ્રાઝિલિયન વેરિએન્ટનો 1 કેસ મળ્યો છે. જો કે રાહતની વાત એ છે કે આ પૈકીના કોઈપણ વેરિએન્ટથી હજુસુધી કોઈનું પણ મૃત્યુ થયું નથી. ICMR તરફથી અપાયેલાં નિવેદન મુજબ તમામ સંક્રામિતોને આઈસોલેટ પહેલેથી જ કરી દેવાયા છે. અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે.
મહેસાણા / કીર્તિ સિંહ ઝાલાને કરાયા સસ્પેન્ડ, શું આ આકરા પગલા કોંગ્રેસની ડૂબતી નૈયાને તારશે..?
- નવા વેરિએન્ટ માટે વિશેષ કાળજી
- આફ્રિકન-બ્રાઝિલિયન વેરિએન્ટ છે અલગ
- યુકે વેરિએન્ટથી બંને છે સાવ અલગ
- આફ્રિકાથી હાલમાં નથી કોઈ ડાયરેક્ટ ફ્લાઈટ
યુકે વેરિએન્ટના 187 કેસ મળ્યાં પછી હવે આફ્રિકન વેરિએન્ટ અને બ્રાઝિલિયન વેરિએન્ટ માટે પણ વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. ICMRના જણાવ્યાં પ્રમાણે બંને વેરિએન્ટ યુકે વેરિએન્ટથી ઘણાં અલગ છે. આફ્રિકન રાષ્ટ્રોથી હમણાં કોઈ ડાયરેક્ટ ફ્લાઈટ તો નથી. પણ આફ્રિકાથી ખાડી દેશોમાં જઈને ત્યાંથી ભારત આવેલાં લોકોમાં જ આ વેરિએન્ટનો વાયરસ મળ્યો છે. દેશમાં હાલમાં વેક્સિનેશનનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમ છતાં બહારના દેશના વેરિએન્ટથી આપણે સહુએ સાવધ રહેવું પડશે તે વાત ચોક્કસ છે.
Covid-19 / 11 દેશોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેઇન મળી આવ્યા, ડેનમાર્કમાં સૌથી વધુ કેસ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…