Banaskantha News/ દાંતીવાડા: સિલ્ક પ્રોજેક્ટનો શુભારંભ

બનાસકાંઠામાં મિલ્ક બાદ સિલ્કમાં અંગ્રેસીવ બનાવવાની પહેલ કરવામાં આવી દાંતીવાડા કૃષિ યુનિ. ખાતે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ એ  ગુજરાતમાં ઇરી રેસમ ઉત્પાદન સંવર્ધન યોજના અને ગુજરાત ઇરી શેરીકલચર પ્રમોશનલ પ્રોજેક્ટનો શુભારંભ કરાયો.

Gujarat Others
YouTube Thumbnail 2024 08 10T192228.197 દાંતીવાડા: સિલ્ક પ્રોજેક્ટનો શુભારંભ

Banaskantha News: બનાસકાંઠામાં મિલ્ક બાદ સિલ્કમાં અંગ્રેસીવ બનાવવાની પહેલ કરવામાં આવી દાંતીવાડા કૃષિ યુનિ. ખાતે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ એ  ગુજરાતમાં ઇરી રેસમ ઉત્પાદન સંવર્ધન યોજના અને ગુજરાત ઇરી શેરીકલચર પ્રમોશનલ પ્રોજેક્ટનો શુભારંભ કરાયો. ખેડૂતોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીઓએ ખેડૂતોને ઇરી રેસમની ખેતી સાથે સંકળાવવા પણ આહવાન કરાયું જ્યારે બાંગ્લાદેશના ઘટનાક્રમથી ગુજરાતના સુરતના કાપડના વેપારીઓને અસર પડી છે તે મામલે કહ્યું હતું કે વડાપ્રધાન તમામની ચિંતા કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂત પુત્રો કે જે ધરતી ખેડી ધાન પેદા કરે છે તેવા ધરતીપુત્રોની આવક બમણી કરવા સરકાર દ્વારા નિર્ધાર કરાયો છે. અને તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ યોજના અને પ્રોજેક્ટઓ તૈયાર કરાયા છે માં.ત્યારે કેન્દ્ર  સરકાર દ્વારા ગુજરાતમાં 4 જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા કે જયા એરંડાની મોટા પ્રમાણમાં ખેતી થાય છે તેવા વિસ્તારમાં એરંડાની ખેતી કરતા ખેડૂતો માત્ર એરંડાના પાકમાંથી જ નહિ પરંતુ એરંડાના પાનમાંથી પણ ઇરી રેશન ઉત્પાદન કરી વધુ આવક મેળવતા થાય તે હેતુસર ઇરી રેશન ઉત્પાદન  સંવર્ધન યોનના અને ઇરી શેરીક્લચર પ્રમોશનલ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયો છે.

ત્યારે આજે બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિ. ખાતે કેન્દ્ર સરકારના કાપડ મંત્રી ગિરિરાજસિંહ ખેડૂતોની ઉસ્થિતિમાં ઇરી રેશન ઉત્પાદન સંવર્ધન યોનના અને ઇરી શેરીક્લચર પ્રમોશનલ પ્રોજેક્ટનો શુભારંભ કરાયો છે.ત્યારે હવે આગામી દિવસોમાં બનાસકાંઠા સહીત ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓના ખેડૂતો કે જે એરંડાની ખેતી કરી માત્ર એરંડાના પાકમાંથી જ ઉપજ મેળવતા હતા. પરંતુ સરકારની હવે આ યોજના થકી ખેડૂતો એરંડાના પાનમાંથી ઓન રેસમ ઉભું કરી તેમાંથી ઉપજ મેળવતા થશે જોકે બાંગ્લાદેશમાં ઉદભવેલી પરિસ્થિતિને લઈને ગુજરાતના સુરતના વેપારીઓના કાપડનો માલ અને કરોડો રૂપિયા બાંગ્લાદેશમાં ફસાઈ ગયા છે જેને લઇને કાપડ મંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન બાંગ્લાદેશની તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને ચિંતા કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….

આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મામલે બબાલ, પોલીસના મારથી મોતનો આરોપ

આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત

આ પણ વાંચો: કાટમાળમાંથી ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનેલા કચ્છને એરપોર્ટ મળી શકે