દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કે.રાજેશને ટ્વીટ દ્વારા ચિમકી આપી છે કે, ઘણા કોરોના દર્દીઓ ઓક્સિજનના અભાવે મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે. આથી તાકીદે ઓક્સિજનની વ્યવસ્થા કરો, નહીં તો હું દર્દીઓના સગા-વહાલોને કઇને ડેડબોડીને લઇને કલેક્ટર ઓફિસે આવવાનું આહવાન કરીશ. ત્યારે સામે સુરેન્દ્રનગર કલેક્ટર કે.રાજશે રી-ટ્વીટ કરીને વળતો જવાબ આપતા કહ્યું હતુ કે, દસાડામાં કોઇ 25 દર્દીઓ દાખલ નથી, ડોક્ટરે પ્રેસરમાં લેટર લખ્યો હોવાનું જણાવ્યું છે. વધુમાં સુરેન્દ્રનગર કલેક્ટર કે.રાજેશે રી-ટ્વીટ કરીને આ બાબતે પ્રોપર ઇન્કવાયરી કરીને જરૂરી એક્શન લઇશું એમ જણાવ્યું છે.
સુરેન્દ્રનગર જીલ્લાની સાથે દસાડા તાલુકામાં પણ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારાની સાથે સરકારી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરો કોરોના દર્દીઓથી ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે. અેમાય રેમડીસીવર અને ઓક્સિજનના અભાવે કોરોના દર્દીઓની સાથે એમના સગા વહાલાઓની હાલત અત્યંત કફોડી બનવા પામી છે.ત્યારે દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કે.રાજેશને ટ્વીટ દ્વારા ખુલ્લી ચિમકી આપી હતી કે, હોસ્પિટલમાં ઓક્સિજનના કોરોના દર્દીઓ હાલ મરવા પડ્યાં છે. માટે તાકીદે ઓક્સિજનના વ્યવસ્થા કરો, નહિંતર હું દર્દીઓના સગા-વહાલાઓને ડેડબોડી લઇને કલેક્ટર કચેરીએ આવવાનું આહવાન કરીશ.
આ પણ વાંચો :ડીસામાં ઓક્સિજનની અછતથી કોરોના દર્દીઓને ભારે હાલાકી
જ્યારે દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીના સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કે.રાજેશને ચિમકી આપતા ટ્વીટ આપ્યા બાદ અાજે સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કે.રાજેશે પણ રી-ટ્વીટ દ્વારા વળતો જવાબ આપ્યો હતો કે, દસાડામાં સીએચસીમાં 25 કોરોના દર્દીઓ દાખલ હોવાની વાત અાધાર વિનાની છે. આ બાબતે અમેં જાતે ચકાસણી કરાવી છે. અને દસાડાના ડોક્ટરે ટેલીફોનિક વાતમાં આ લેટર એમણે પ્રેસરમાં આવીને લખ્યો હોવાનું જણાવ્યું હતુ. આથી આ બાબતે પ્રોપર ઇન્કવાયરી કરીને જરૂરી એક્શન લેવામાં આવશે.
જ્યારે આ અંગે દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો.પાર્થ પટેલે જણાવ્યું કે, દસાડામાં કોવિડ કેર સેન્ટર ન હોવાથી કોરોનાનો એક પણ દર્દી દાખલ નથી પરંતુ માનવતાની રૂએ અહીં કોરોનાના દર્દીની સારવાર કરીએ છીએ. અા સીએચસીમાં ઓક્સિજનની પાંચ બોટલો છે. જેમાંથી એક દર્દીને લાગેલી હતી અને બીજી બોટલ ડીલેવરી કેસ માટે સ્પેરમાં રાખેલી હતી. અને બાકીની 3 ખાલી બોટલો ભરવા સુરેન્દ્રનગર મોકલી હતી જે ત્યાંથી ભરવાની ના પાડતા આ પ્રશ્ન ઉભો થયો હતો. અને મેં સાઇન કરેલા કાગળમાં બે વર્ડ બાય મીસ્ટેક ખોટા લખાઇ ગયા હતા. જેમાં કામમાં ભારણના લીધે મેં સાઇન કરી હતી.
આ પણ વાંચો :ગુજરાતીની આ ઓક્સિજન ફેક્ટરીમાં ફાયરિંગ, એક પછી એક ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી શખ્સો ફરાર
આ અંગે દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ જણાવ્યું કે, અધિકારીઓનો અહંકાર અને ગાંધીનગરમાં બેઠેલા બેસુધ્ધ વહિવટી તંત્રના કારણે કોરોના સંક્રમણના કારણે સેંકડો લોકો જીવ ગુમાવી રહ્યાં છે. એકબાજુ ધારાસભ્યના ફોનનો કોઇ જવાબ આપવામાં અધિકારીઓને સમય નથી અને બીજી બાજુ આઇએેેએસ કક્ષાના અધિકારી ડોક્ટરનો રોલ નિભાવી ડોક્ટરને ખોટા સાબિત કરવા માંગે છે પછી જે લોકોના સ્વજનો ઓક્સિજનના અભાવે મોતને ભેંટશે એ લોકો નાછૂટકે મડદા લઇને કલેક્ટર કચેરીએ પડાવ જ નાખેને
દસાડાના ડોક્ટરની રાતો રાત દાહોદ બદલી કરાઇ
દસાડા ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી અને સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કે.રાજેશના ટ્યીટર યુધ્ધનો ભોગ દસાડા સામુહિક અારોગ્ય કેન્દ્રના ડો.પાર્થ પટેલ બન્યો હતો. ડો.પાર્થ પટેલે કોરોના દર્દીઓ માટે લેખીતમાં ઓક્સિજનની માંગણી કરતા એમની રાતોરાત દાહોદ બદલી કરી દેવામાં આવી હતી. આથી આગામી અેકાદ બે દિવસમાં એના પડઘા પડવાની સંભાવના સેવાઇ રહી છે.
આ પણ વાંચો :સુરેન્દ્રનગર જીલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, લાઇટો ડુલ થતા અંધારપટ છવાયો
આ પણ વાંચો :આદિવાસી બાહુલ્ય ધરાવતા જીલ્લામાં આરોગ્ય સુવિધાઓને અભાવ, મુશ્કેલી વચ્ચે જીવતી જનતા