Surendranagar/ પાટડી સ્થિત દસાડા તાલુકા પંચાયત કચેરી જર્જરીત: 20 વર્ષ પહેલા થયુ હતુ નિર્માણ

પ્રિયકાંત ચાવડા – પ્રતિનિધિ, પાટડી

Gujarat Others
દસાડા દસાડા તાલુકા પંચાયત

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા પંચાયત કચેરી પાટડી ખાતે આવેલ છે જેનુ નિર્માણ વર્ષ 2003માં થયુ હતુ, 20 વર્ષ બાદ આ કચેરી જર્જરીત બની છે અને કચેરીના બીમ તૂટી જવા પામ્યા છે તથા સજા પરથી પોપડા પડી રહ્યા છે અને સળિયા પણ દેખાઈ રહ્યા છે જેના કારણે કર્મચારીઓ અને અહીં આવતા અરજદારો પર જોખમ ઊભું થવા પામ્યુ છે.

દસાડા તાલુકામા અંદાજિત 87 ગામો આવેલા છે. આ ગામોના લોકો વિવિધ કામ અર્થે પાટડી સ્થિત દસાડા તાલુકા પંચાયત કચેરી ખાતે આવતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી જર્જરીત થઈ ગયેલી કચેરી જો કોઈ અરજદાર આવે અને જો તેના પર પોપડા પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના ઊભી થવા પામી છે,કચેરીના પ્રવેશ દ્વારના બીમના પણ ખસ્તા હાલ જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા 20 વર્ષ જૂની કચેરીનું નવ નિર્માણ કાર્ય ક્યારે આરંભાય છે તે આગામી સમયમાં જોવુ રહ્યું છે.

દસાડા તાલુકા વિકાસ અધિકારી શું કહે છે?
20 વર્ષ જૂની કચેરી જર્જરીત થયેલ છે તે બાબતે દસાડા તાલુકા વિકાસ અધિકારી દક્ષાબેન શાહને પૂછતા જર્જરીત કચેરી નવનિર્માણ બાબતે લગત કચેરીએ રજૂઆત કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.


આ પણ વાંચોઃ નવું ઇન્ટરનેટ વેબ-3 નોકરીઓનું કરશે સર્જન, આઈટી સેક્ટરને થશે મોટો લાભ

આ પણ વાંચોઃ પોરબંદર-દાદર ‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ’ ટ્રેનમાં વધારાના ચાર કોચ કાયમી ધોરણે લગાડાશે

આ પણ વાંચોઃ ડીપફેક પર કાર્યવાહી કરવા માટે ભારત સરકારને ગૂગલનું સમર્થન મળ્યું


સુરેન્દ્રનગર જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

સુરેન્દ્રનગર જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Mobile App : Android | IOS