@કાતિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના
ઊના પંથકમાં અકસ્માતની ઘટનાઓ દિન પ્રતદિન વધી રહી છે અને ઉના બાયપાસ રોડનું કામ લાંબા સમયથી શરૂ હોય જેથી મોટા ટ્રકો શહેરમાંથી બેફામ રીતે ચલાવી પસાર થતા હોય છે. ત્યારે બપોરનાં સમયે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતાં અકસ્માત સર્જાતા માતાની નજર સામે પુત્રીનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે માતાને માથાના ભાગે ઇજા થતા સારવાર અર્થે હોસપીટલે ખસેડાયેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ માનસીબેન હિતેષભાઇ જનાણી ઉ.વ.15 તેમજ વૈશાલીબેન હિતેષભાઇ જનાણી માતા પુત્રી પોતાના ધરેથી પ્રસંગમાં જમવા જતાં હતા. ત્યારે ઊના શહેરમાં વેરાવળ રોડ પર આવેલ રેલ્વે ફાટક નજીક ટ્રક ચાલક નં.જી.જે.12 બીટી 5292 ના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક પર સવાર માનસીબેન ટ્રકના પાછલા વીલમાં આવી જતાં તેનું ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે માતા વૈશાલીબેનને માથાના ભાગે ઇજા થતા સારવાર અર્થે સરકારી હોસ્પીટલે તાત્કાલીક ખસેડાયેલ છે.
જોકે માતાની નજર સામે પુત્રીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગયેલ હતી. યુવતીના મૃતહેદને ઉના સરકારી હોસ્પીટલે પી એમ માટે ખસેડાયેલ છે. જોકે આ બનાવની જાણ તેમના પરીવારજનો તેમજ સંબંધીઓને થતા હોસ્પીટલે દોડી ગયા હતા. આ બનાવ અંગે ઉના પોલીસમાં ટ્રક ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રક ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હોવાનું જાણવા મળેલ હતો.
Gujarat: ઉનામાં ચીખલી ગામે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લુ, 100 મરઘાને જીવતા કરાયા દફન
Gujarat: લખતરમાં અગિયારસ નિમિત્તે મહિલાઓએ ગાયોને ખવડાવ્યા લાડવા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…