નવી દિલ્હી,
નવી દિલ્હી પોલીસે મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમન ૩ સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યુ છે કે ધરપકડ કરાયેલ ડી ગેંગના ત્રણેય સાગરીતો શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ સૈયદ વસીમ રીઝવીની હત્યા કરવા માંગતા હતા. પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય શખ્સો પાસેથી હથિયાર મળી આવ્યા છે તેમની ઓળખ આસિફ, અબરાર અને સલીમના રુપમં કરવામાં આવી છે. પોલીસે ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાંથી આ ત્રણેયની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ ત્રણ શખ્સો પૈકી એક તાજેતરમાં દાઉદના સહયોગીઓને મળવા માટે દુબઈ ગયો હતો.
આ ત્રણેયને દાઉદે વસીમ રીઝવીની હત્યાની સોપારી આપી હતી. જેના એડવાન્સ પેમેન્ટ તરીકે ચાર હજાર રુપિયા અપાયા હતા. જ્યારે બાકીની રકમ હત્યા બાદ આપવાની હતી. આ પહેલા દાઉદ ઈબ્રાહિમે સ્વામી ચક્રપાણી મહારાજની હત્યા માટે પણ સોપારી આપી હતી. મહત્વનુ છે કે યુપી શિયા સેન્ટ્રલ બોર્ડના અધ્યક્ષ વસીમ રીઝવી ભારતમાં આતંકવાદ માટે મુસલમાનો ને દોષિત ગણાવે છે. તેમજ અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિર બનવુ જાઈએ તેવા જાહેર નિવેદન પણ આપી ચુક્યા છે.

રીઝવીએ થોડા દિવસ અગાઉ પોતાના જીવને જાખમ હોવાનો દાવો કર્યો હતો. ભારતમાં ચાલી રહેલ મધરેસાઓ અંગે કરેલ ટિપ્પણીને લઈ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી તેમણે ગત જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખી તમામ ઈસ્લામિક ધાર્મિક શૈક્ષણિક સંસ્થાને એક જ શિક્ષણ પોલીસી નીચે લાવવા ભલામણ કરી હતી.