Day Special


જયા બચ્ચન | બોલીવૂડ એક્ટ્રેસ અને રાજનીતિજ્ઞ

દિગ્ગજ ફિલ્મ અભિનેત્રી અને સફળ રાજનીતિજ્ઞ જયા બચ્ચનનો આજે  જન્મદિવસ છે. 9 એપ્રિલ 1948ન રોજ જન્મેલી જયા બચ્ચને માત્ર 15 વર્ષની વયે એક બંગાળી ફિલ્મ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.જયા બચ્ચને વધુ ફિલ્મોમાં કામ નથી કર્યુ પરંતુ જેટલી પણ તેમની ફિલ્મો છે તે દરેકમાં તેમણે પોતાનો યાદગાર અભિનય આપ્યો છે.

તેમની યાદગાર ફિલ્મોમાં ચુપકે ચુપકે, અનામિકા, સિલસિલા વગેરે છે. તેમના જીવનની એક કડવી હકીકત એ છે કે તેઓ જ્યારે કેરિયરના ટોચ પર હતી ત્યારે તેમણે બોલીવુડમાં સંઘર્ષ કરી રહેલ અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા. આજે કોઈપણ યુવતી લગ્ન માટે પોતાનુ કેરિયર છોડતી નથી. પરંતુ જયા બચ્ચને પોતાના સુખી લગ્ન જીવનની ઈચ્છા રાખતા બોલીવુડને તિલાંજલી આપી દીધી.

લગ્ન પછી તેમણે સિલસિલા ફિલ્મમાં કામ કર્યુ જે સુપર ડુપર હિટ બની. રેખા અને અમિતાભના પ્રેમની ચર્ચા ચાલતી હોવા છતા, અને અમિતાભના મનમાં રેખા માટે કૂંણી લાગણી હોવા છતા જયા બચ્ચન આ ફિલ્મ કરવા તૈયાર  થયા. એટલુ જ નહી તેણે ક્યારેય જાહેરમાં પોતાના પતિ વિરુદ્ધ કે રેખા વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યુ નથી.

More Day Special


Top Stories


Photo Gallery