Not Set/ બંગાળમાં સ્થિતિ બની ભયાવહ, ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી BJP-RSS કાર્યકર્તાઓની લાશ

પશ્ચિંમ બંગાળમાં લોકસભાની ચૂંટણી પૂર્વેથી શરૂ થયેલુ તંગ વાતાવરણ આજે પણ યથાવત છે. આજે પણ રાજનીતિક હિંસાનો દોર ચાલી રહ્યો છે, જે ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો. બંગાળમાં પરિસ્થિતિનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે સોમવારે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)નાં કાર્યકર્તાની લાશ એક ઝાડ પર લટકતી હાલતમાં જોવા મળી હતી. ભાજપનાં કાર્યકર્તા […]

Top Stories India
BJPs demonstration બંગાળમાં સ્થિતિ બની ભયાવહ, ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી BJP-RSS કાર્યકર્તાઓની લાશ

પશ્ચિંમ બંગાળમાં લોકસભાની ચૂંટણી પૂર્વેથી શરૂ થયેલુ તંગ વાતાવરણ આજે પણ યથાવત છે. આજે પણ રાજનીતિક હિંસાનો દોર ચાલી રહ્યો છે, જે ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો. બંગાળમાં પરિસ્થિતિનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે સોમવારે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)નાં કાર્યકર્તાની લાશ એક ઝાડ પર લટકતી હાલતમાં જોવા મળી હતી. ભાજપનાં કાર્યકર્તા દોલુઈની લાશને હાવડાનાં સરપોતા ગામનાં લોકોએ ખેતરમાં ઝાડ પર લટકેલી હાલતમાં જોઇ હતી. ત્યારબાદ ભાજપનાં નેતાઓ અને દોલુઈનાં પરિવારે આનો આરોપ તૃણમૂલ કોંગ્રેસ(TMC) પર લગાવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં સ્થિતિને કાબુ રાખવામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ફેઇલ દેખાઇ રહ્યા છે. દિવસેને દિવસે અહી સ્થિતિ ભયાવહ બનતી જઇ રહી છે. ત્યારે અચાનક આ પ્રકારની ઘટના સામે આવતા મામલો આગમાં ઘી નાખવા બરાબર બન્યો છે. હાવડા ગ્રામીણનાં ભાજપનાં અધ્યક્ષ અનુપમ મલિકે આ વિશે કહ્યુ કે, દોલુઈ ભાજપનો એક સક્રિય સદસ્ય હતો અને લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને જીત અપાવવા તેણે ઘણી મહેનત કરી છે. મલિકે વધુમાં કહ્યુ કે, પોતાના વિસ્તારમાં જય શ્રી રામની રેલી નિકાળ્યા બાદથી જ તેને મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. TMCનાં અસામાજીક તત્વોએ લોકસભાની ચૂંટણીનાં તુરંત બાદ તેના ઘરે તોડફોડ કરી હતી.

દોલુઈની લાશને પોસ્ટમોર્ટમ માટે લઇ જતા સમયે અમુક બદમાશોએ તેને છીનવી લેવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો અમુક ગામનાં લોકોએ વિરોધ કર્યો અને જિલ્લા તંત્રથી રેપિડ એક્શન ફોર્સ(RPF) ગોઠવી દેવા માચે કહ્યુ. આના એક દિવસ પહેલા RSSનાં વરિષ્ઠ નેતા સ્વદેશ મન્નાની લાશ પણ અત્ચાતા ગામમાં ઝાડ પર લટકતી જોવા મળી હતી. મન્ના છેલ્લા ઘણા સમયથી જય શ્રી રામની રેલીઓ નિકાળી રહ્યા હતા.

ભાજપ અને આરએસએસ દ્વારા ટીએમસી પર આરોપ લગાવતા તૃણમૂલનાં ધારાસભ્ય પુલક રોયે કહ્યુ કે, ભાજપ અમને શરમમાં નાખવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. આ સમગ્ર મામલામાં અમારા કોઇ કાર્યકર્તાનો હાથ નથી. વળી બીજી ઘટનામાં સોદેપુરમાં 38 વર્ષનાં રાકેશ દાસ અને 40 વર્ષનાં સુજીત બિસ્વાસની સંભવિત ટીએમસી ટ્રેડ યુનિયન વિંગનાં સદસ્યોએ તેમને લોખંડની રોડથી ઢોર માર માર્યો. મળતી જાણકારી મુજબ દાસ અને બિસ્વાસ ભાજપનાં યુનિયન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જો કે તેમને વદુ ઈજા હોવાના કારણે હોસ્પિટલમાં ભર્તી કરી દેવામાં આવ્યા છે. જોવાનું રહેશે કે આ ઉગ્ર વાતાવરણને ઠંડુ પાડવામાં કેટલો સમય લાગે છે.

આ સમગ્ર ઘટનામાં TMCનો હાથ હોવાનું સામે આવી રહ્યુ છે પરંતુ તે ચોક્ક્સ રીતે કહેવુ થોડી ઉતાવળ કરવા બરાબર રહેશે. પશ્ચિમ બંગાળમાં આજે સ્થિતિ ગંભીર બની છે ત્યારે ઘણા રાજનીતિક પંડિતોનું કહેવુ છે કે, વિચારનો વિરોધ, નીતિનો વિરોધ, નિર્ણયનો વિરોધ થવો સ્વાભાવિક છે પરંતુ શું આ વિરોધને આ પ્રકારનું રૂપ આપવુ કેટલા અંશે વ્યાજબી કહી શકાય છે.