USA News: OpenAI ભૂતપૂર્વ સંશોધક સુચિર બાલાજી (Suchir Balaji) 26 નવેમ્બર, 2023 ના રોજ તેમના સાન ફ્રાન્સિસ્કો (San Franscisco) એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, સાન ફ્રાન્સિસ્કો ચીફ મેડિકલ એક્ઝામિનરની ઓફિસે સુચીર બાલાજીએ આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. 26 વર્ષની વયના યુવાન સંશોધકે કંપનીની પ્રથાઓ વિશે નોંધપાત્ર નૈતિક ચિંતાઓ વ્યક્ત કરી હતી.
બાલાજીએ તેમના મૃત્યુના ત્રણ મહિના પહેલા કંપની છોડતા પહેલા, ChatGPT અને GPT-4 સહિતના વિવિધ પ્રોજેક્ટ્સમાં યોગદાન આપતા OpenAIમાં લગભગ ચાર વર્ષ કર્યુ હતું. તેમણે OpenAIએ ડેટા માટે પરવાનગી વિના કોપીરાઈટનું ઉલ્લંઘન કરવા પર આરોપ લગાવ્યો હતો. સુચીર બાલાજી OpenAIના બિઝનેસ મોડલની નૈતિક અને કાનૂની અસરો વિશે અવાજ ઉઠાવતા (Whistleblower) હતા. કોપીરાઈટ નિયમના ઉલ્લંઘન પર તેમણે આકરી ટીકા પણ કરી હતી. તેમણે ChatGPT પર આરોપ મૂકતા કહ્યું હતું કે, કંપની એવા સર્જકોની આજીવિકાને જોખમમાં મૂકે છે જેમના કામનો ઉપયોગ તાલીમ માટે થાય છે. OpenAIએ આ આરોપને નકાર્યો હતો.
બાલાજીએ વિદેશી મીડિયાના એક ઈન્ટરવ્યૂમાં કંપની પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે કંપનીએ તેમની કોપીરાઈટ સામગ્રીનો ગેરકાયદે ઉપયોગ કર્યો હતો, ઈન્ટરનેટ પર પ્રમાણભૂત માહિતી અને અધિકાર વિના તેનો ઉપયોગ કરી રહી છે. સુચીર બાલાજીએ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. તેમણે OpenAIમાં તેમની મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમના કાર્યકાળમાં WebGPT જેવા પ્રોજેક્ટ્સ પર કામ કર્યુ હતું. જે ChatGPTને વિકસાવવામાં મદદરૂપ રહ્યું હતું. સુચીર છેલ્લા ઘણા સમયથી ઘરની બહાર નીકળ્યા ન હતા, તેમજ કોઈ ફોન, મેસેજનો પણ જવાબ આપ્યો ન હતો. માહિતી મુજબ આ ઘટના 26 નવેમ્બર, 2024ના રોજ બની હતી પરંતુ આજે 14 ડિસેમ્બરે ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો:OpenAI એક અદ્ભુત AI ટૂલ લાવી રહ્યું છે, તે સાંભળ્યા પછી તરત જ તમારા અવાજની નકલ કરશે
આ પણ વાંચો:OpenAIએ આ 11 દેશોમાં લોન્ચ કર્યું છે ChatGPT એપ, ભારત આ યાદીમાં છે !
આ પણ વાંચો:OpenAI ના GPT 4o સાથે ChatGPT કેટલું બદલાશે? શું તમને તે મફતમાં મળશે કે તમારે ચૂકવણી કરવી પડશે?