રાજકોટ/ 991 આવાસ માટે ફોર્મ ભરવા અને પરત કરવાની મુદ્ત સોમવારે પૂર્ણ

આવાસના ફોર્મ મેળવવા તથા ભરીને આપવા માટે આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી શાખાઓ તેમજ રાજકોમહાનગરપાલિકાનાં તમામસિવિક સેન્ટરમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

Gujarat
Untitled 92 3 991 આવાસ માટે ફોર્મ ભરવા અને પરત કરવાની મુદ્ત સોમવારે પૂર્ણ

આવાસના ફોર્મ મેળવવા તથા ભરીને આપવા માટે આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી શાખાઓ તેમજ રાજકોમહાનગરપાલિકાનાં તમામસિવિક સેન્ટરમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં આવાસો બનાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:કિશનને ઝડપથી ન્યાય અપાવીશ! / કિશનને ઝડપથી ન્યાય અપાવીશ,20 દિવસની દીકરીના માથે હાથ રાખીને બોલ્યા હર્ષ સંઘવી

જેના અનુંસધાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મવડી અને વાવડી વિસ્તારમાં આવેલ EWS-1 ના પૈકી બાકી રહેલ ૯૯૧ આવાસોની બાંધકામની કામગીરી ચાલુ છે. આ આવાસોનું ફોર્મ વિતરણ તા.૦૪/૦૧/૨૦૨૨ ફોર્મ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આવાસના ફોર્મ આપવા તથા ભરીને પરત આપવાની છેલ્લી તા. ૩૧ રાખવામા આવી છે.જે કોઈ લાભાર્થીઓએ ફોર્મ મેળવેલ હોય તેઓ અથવા જે કોઈ શહેરજનોએ ફોર્મ ભરવાનું હોય તેઓ તા. ૩૧સુધીમાં ભરી આપવા જણાવવામાં આવ્યું છે.

વિશેષમાં આ ફોર્મ મેળવવા શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી ૬ શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને પરત આપી શકાશે.

આ પણ વાંચો:રાજકીય / સરકારે ફ્રી શિપ યોજના બંધ કરતાં 5 હજાર વિદ્યાર્થીઓ શિક્ષણ છોડવુ પડ્યું : નૌશાદ સોલંકી

આ યોજના હેઠળ આવાસોનો લઘુત્તમ કાર્પેટ વિસ્તાર અંદાજીત ૩૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં એક બેડરૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી બપોરના ૦૩:૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી બપોરે ૦૨:૩૦ વાગ્યા સુધીનો રહેશે.