Tellywood/ ‘ડિયર ફાધર’ ફિલ્મનુ ટ્રેલર થયું રીલીઝ, પરેશ રાવલ 40 વર્ષ બાદ ઢોલિવૂડમાં કરશે ધમાકો

બોલિવૂડ એક્ટર પરેશ રાવલને આપણે સૌ કોઈ ઓળખીએ છીએ જે ફીર હેરાફેરીથી માંડીને ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક જેવી અનેક બૉલીવુડ ફિલ્મમાં જોવા મળ્યા છે

Entertainment
Untitled 45 7 ‘ડિયર ફાધર’ ફિલ્મનુ ટ્રેલર થયું રીલીઝ, પરેશ રાવલ 40 વર્ષ બાદ ઢોલિવૂડમાં કરશે ધમાકો

બોલિવૂડ એક્ટર પરેશ રાવલને આપણે સૌ કોઈ ઓળખીએ છીએ જે ફીર હેરાફેરીથી માંડીને ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક જેવી અનેક બૉલીવુડ ફિલ્મમાં જોવા મળ્યા છે. પહેલા ગુજરાતી નાટ્યમંચ અને  પછી હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી કલાકાર પરેશ રાવલે  ઈન્ડસ્ટ્રીમાં પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે.  વિલન હોય કે કોમેડીયન તમામ પાત્રમાં પરેશ રાવલે દર્શકોને મનોરંજન આપ્યું છે. પરેશ રાવલે હિન્દી સિનેમામાં અનેક મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. હવે પરેશ રાવલ 40 વર્ષ બાદ ફરી ઢોલીવુડમાં કમબેક કરી રહ્યા છે.

આ પણ વાંચો:પાણીનો પોકાર /  ગરબાડા તાલુકામાં પાવીનાં પાણીની કટોકટી સર્જાઈ

‘ડિયર ફાધર’ ફિલ્મ 4 માર્ચે 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ પહેલા ફિલ્મ મેકર્સે ‘ડિયર ફાધર’નું ટ્રેલર રિલીઝ કર્યું છે જેમાં પરેશ રાવલ ઉપરાંત ચેતન ડી અને માનસી પારેખ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી પરિવારના ત્રણ સભ્યોની આસપાસ ફરતી જોવા મળશે.

આ પણ  વાંચો:કચ્છ /  BSF દ્વારા ક્રીક વિસ્તારમાં સુરક્ષા વધારી,હરામીનાળા વિસ્તારમાં ઓપરેશન દરમિયાન 6 ઘુષણખોર પકડાયા.

ગુજરાતી સિને જગત શિખરો સર કરી રહી છે એમ કહીયે તો કઈ નવાઈ તો નહિ જ!! ખાસ કરીને છેલ્લો દિવસ ફિલ્મ આવી ત્યારથી એમ કહી શકીયે કે ગુજરાતી સીનેમાં જગતનો ફરી એક વાર નવી છબી સાથે પેલ્લો દિવસ રહ્યો છે! પપ્પા તમને નહીં સમજાય અને ચાલને જીવી લઈએ બાદ ઢોલિવૂડમાં વધુ એક પિતા પર પરેશ રાવલની ફિલ્મ ‘ડિયર ફાધર’ ટૂંક સમયમાં આવી રહી છે.