Not Set/ લાઈવ કોન્સર્ટમાં ગીત ગાતા પ્રખ્યાત ગાયકનું મોત, જુઓ ચોંકાવનારો વીડિયો

એડવા બશીર એક કાર્યક્રમમાં લાઈવ પર્ફોર્મન્સ આપી રહ્યા હતા ત્યારે જ તેઓનું સ્ટેજ પર મૃત્યુ થયું હતું.

Trending Entertainment
એડવા બશીર

મલયાલમ સંગીત જગતે એક દિગ્ગજ સ્ટાર ગુમાવ્યો છે. પ્રખ્યાત ગાયક એડવા બશીરે 28 મે 2022 ના રોજ 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. એડવા બશીર એક કાર્યક્રમમાં લાઈવ પર્ફોર્મન્સ આપી રહ્યા હતા ત્યારે જ તેઓનું સ્ટેજ પર મૃત્યુ થયું હતું. કોઈને અંદાજ પણ નહોતો કે સામે જે વ્યક્તિ ગીત ગાઈ રહી છે તે બીજી જ ક્ષણે આ દુનિયાને અલવિદા કહી દેશે. તેમના મોતનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

એડવા બશીર કેરળના અલપ્પુઝામાં બ્લુ ડાયમંડ ઓર્કેસ્ટ્રા ટ્રુપની સુવર્ણ જયંતી પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. અહીં ચાહકોની વિનંતી પર તે સ્ટેજ પર આવ્યા અને તેમણે પ્લેબેક સિંગર કે. જે. યેસુદાસનું ગીત ગાયું, પણ એ તેમનું છેલ્લું ગીત સાબિત થયું.

એડવાએ યેસુદાસનું ગીત ‘માના હો તુમ બહુત હસીના’ ગાયું હતું અને લોકોએ ખૂબ એન્જોય કર્યું હતું પરંતુ ગીત પૂરું થતાં જ તે સ્ટેજ પર બેહોશ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. સોશિયલ મીડિયા પર તેમના સ્ટેજ પરફોર્મન્સનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું.

https://twitter.com/BanglaHunt/status/1530804782411046913?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1530804782411046913%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.timesnowhindi.com%2Fentertainment%2Fcelebrity-news%2Farticle%2Fsinger-edava-basheer-dies-in-live-concert-watch-video-of-his-death%2F411264

એડવા બશીર સંગીત જગતના પીઢ ગાયક હતા. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સહિત તમામ નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો છે. કેરળના સીએમએ કહ્યું કે, ‘ગનામેલા’ને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર એડવા બશીરનું અવસાન સંગીત જગત માટે મોટી ખોટ છે. પ્લેબેક સિંગર કેએસ ચિત્રાએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘વીના વાયિકુમ’ ગીતથી ડેબ્યૂ કર્યું હતું. જોકે તે ફિલ્મો કરતાં વધુ સ્ટેજ પ્રોગ્રામ માટે જાણીતા હતા.

માના હો તુમ… આ ગીત ફિલ્મ તૂટે ખિલૌનાનું છે. 1978માં આવેલી આ ફિલ્મમાં શેખર કપૂર, શબાના આઝમી અને ઉત્પલ દત્તે મુખ્ય ભૂમિકા ભજવી હતી. માના હો તુમ ગીતની ફિલ્મમાં 2 વર્ઝન હતાં. પહેલું વર્ઝન યેસુદાસે ગાયું હતું, જ્યારે બીજું અને સ્લો વર્ઝન મ્યુઝિક ડાયરેક્ટર બપ્પી લહરીએ ગાયું હતું. આ યેસુદાસના બોલિવૂડમાં ગાયેલાં ગીતમાંથી સૌથી ફેમસ ગીતમાંથી એક છે.

આ પણ વાંચો:પીએમ મોદીની કેટલીક વિશેષતાઓ જે તેમને અન્યોથી અલગ પાડે છે

આ પણ વાંચો:દેશમાં આંશિક વધારા સાથે આજે કોરોનાના 2,338 કેસ,19 દર્દીઓના મોત

આ પણ વાંચો:LICનો નફો ચોથા ક્વાર્ટરમાં ઘટ્યો, ડિવિડન્ડની જાહેરાત

logo mobile