Rajkot News: રાજકોટમાં દિવાલ પડતાં માતા પુત્રના મોત થયા છે. મળતા અહેવાલ પ્રમાણે આજીડેમ પાસે સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શેડનું કામ ચાલતું હતું, તે સમયે દિવાલ પડી હતી. દુર્ઘટના સર્જાઈ ત્યારે માતા તેના પુત્રને દીવાલ પાસે બેસી સ્તનપાન કરાવી રહી હતી, ત્યારે જ આ ઘટના બની હતી. સમગ્ર મામલે પોલીસે કોન્ટ્રાકટર વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
મધ્યપ્રદેશથી ગુજરાત મજૂરી કામકાજ માટે છેલ્લા ત્રણ મહિનાથી પરિવાર આવ્યો હતા. સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નવા કારખાનાનું બાંધકામ ચાલુ હતું, બાંધકામ માટે નરેશ ચૌહાણ નામના વ્યક્તિએ પરિવારને કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યો હતો. દંપતી ત્યાં મજૂરી કરી રહ્યું હતું.
આશ્ચર્યની વાત એ છે કે શ્રમિકોના એક પછી એક મોત થઈ રહ્યા છે તેના અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. દરેક સ્થળે સલામતીના નિયમોનો રીતસરનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ બતાવે છે કે કામ પર રાખનારા લોકો કર્મચારીઓના જીવનને લઈને કેટલું ઉદાસીન વલણ ધરાવે છે.
હજી ગઈકાલે અમદાવાદમાં જ કેમિકલ કંપનીમાં રાસાયણિક ટેન્ક સાફ કરવા ઉતરેલા બે મજૂરોના મોત થયા હતા. તેઓએ તેમના મજૂરોને જરૂરી સલામતીના સાધનો પૂરા પાડ્યા ન હતા. તેના લીધે બે મજૂરો મોતને ભેટ્યા હતા. તેના પગલે પોલીસે કંપનીના માલિકની અને સુપરવાઇઝરની ધરપકડ કરી હતી. આ કિસ્સામાં પણ જાણવા મળ્યું હતું કે શ્રમિકોની વારંવારની વિનંતી હોવા છતાં પણ તેમને સલામતીના પૂરતા સાધનો પૂરા પાડવામાં આવ્યા ન હતા.
આ પણ વાંચો:ઈસરો સ્વતંત્રતા દિવસે આપશે દેશવાસીઓને ખાસ ભેટ, EOS-8 સેટેલાઈટ કરશે લૉન્ચ
આ પણ વાંચો:વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઈસરોએ અંતરિક્ષ ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરી
આ પણ વાંચો:ચંદ્ર પર માનવ મોકલવાની પણ તૈયારી કરી ચુક્યું છે ઈસરો! જાણો ગગનયાન મિશન